ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડ્રગ્સ કેસમાં વોન્ટેડ કર્યાના કલાકો પહેલાં જ આધેડના ઘરે પહોંચી હતી ક્રાઈમ બ્રાંચ? CCTVમાં કાર્યવાહી કેદ થયાનો દાવો!
Last Updated: 03:28 PM, 3 September 2026
ADVERTISEMENT
દાણીલીમડા-નારોલ બીઆરટીએસ વર્કશોપની ગલીમાંથી ર.ર૮ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં હવે પોલીસની કાર્યવાહી સામે જ સવાલો ઊભા થયા છે. ક્રાઈમ બ્રાંચે મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને યાસીન અરાફત અંસારીને ઝડપી તેની પાસેથી એમડી ડ્રગ્સ પકડ્યું હતું. બંનેની પૂછપરછમાં ડ્રગ્સ ચિરાગપાર્ક સોસાયટીમાં રહેતા નફીસ શેખ પાસેથી લાવ્યા હોવાનું સામે આવતાં ક્રાઈમ બ્રાંચે નફીસને વોન્ટેડ જાહેર કર્યો હતો, પરંતુ નફીસનો દાવો છે કે તેને વોન્ટેડ જાહેર કર્યાના થોડા કલાકો પહેલાં જ ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે પહોંચી હતી અને તલાશી લીધી હતી. આ જ ઘટનાને લઈને નફીસે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં નફીસે ગંભીર આક્ષેપ કર્યો છે કે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે, સાથે જ તેના ઘરમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર અંગે પણ સવાલ ઉઠાવી પોલીસની કાર્યવાહી સામે તપાસની માગ કરી છે.
ADVERTISEMENT
રાતના ૯.૪પ વાગ્યે શું થયું?
નફીસની ફરિયાદ મુજબ ૧પ ઓગસ્ટના રાતના આશરે ૯.૪પ વાગ્યે ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે પહોંચી હતી. ટીમે નફીસની હાજરીમાં તલાશી લીધી હતી. ઘરમાં સીસીટીવી કેમેરા ચાલુ હોવાથી પોલીસની આવનજાવન અને તલાશીની કાર્યવાહી કેમેરામાં કેદ થઈ હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. આ પછી પોલીસ ટીમ ડીવીઆર પોતાની સાથે લઈ ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીંથી જ સમગ્ર મામલો રહસ્યમય બને છે
ADVERTISEMENT
જો પોલીસને નફીસ પર તે સમયે જ શંકા હતી તો તલાશી દરમિયાન શું મળ્યું? શું કોઈ ડ્રગ્સ કે અન્ય વાંધાજનક વસ્તુ મળી હતી? જો કંઈ મળ્યું નહોતું તો થોડા કલાક બાદ નફીસનું નામ ડ્રગ્સના કેસમાં કેવી રીતે સામે આવ્યું? અને સૌથી મોટો સવાલ પોલીસે જે ઘરમાં તલાશી લીધી હતી એ જ ઘરના સીસીટીવીનું ડીવીઆર પોતાની સાથે કેમ લઈ ગઈ?
નફીસે પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આ ડીવીઆર અંગે ગંભીર આશંકા વ્યક્ત કરી છે. તેના આક્ષેપ મુજબ સીસીટીવી ફૂટેજમાં પોલીસની કાર્યવાહી કેદ થઈ હોવાથી સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ હતી અને તેથી ડીવીઆર લઈ જવામાં આવ્યું હતું. ફરિયાદમાં ડીવીઆર સાથે કોઈ ચેડાં કે પુરાવાનો નાશ ન થાય તે માટે તેને સુરક્ષિત રાખવાની માગ કરવામાં આવી છે. સસ્પેન્સ અહીં વધુ ઘેરાય છે
ADVERTISEMENT
નફીસે ફરિયાદમાં પોતાના મોબાઈલમાં ઉપલબ્ધ સીસીટીવી એપ્લિકેશનના ફૂટેજનો પણ ઉલ્લેખ કર્યો છે એટલે એક તરફ પોલીસ પાસે ડીવીઆર હોવાનું કહેવાય છે, બીજી તરફ નફીસ પાસે મોબાઈલ એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ ફૂટેજ હોવાનો દાવો છે. હવે આ બંને ફૂટેજની સરખામણી કરવામાં આવે તો રાતના ૯.૪પ વાગ્યે નફીસના ઘરે ખરેખર શું થયું હતું તેની કડી મળી શકે છે. નફીસે માત્ર ડીવીઆરની તપાસની જ માગ કરી નથી. પોલીસ ટીમના મોબાઈલ અને વાહન મૂવમેન્ટના રેકોર્ડ, પોલીસ સ્ટેશનની ડાયરી, કાર્યવાહી સંબંધિત દસ્તાવેજો તેમજ ડીવીઆર કોના હવાલે કરવામાં આવ્યું તેની પણ તપાસ કરવા રજૂઆત કરી છે, સાથે જ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચથી અલગ કોઈ વરિષ્ઠ અધિકારી દ્વારા કરાવવાની માગ કરવામાં આવી છે.
આથી હવે આ કેસમાં બે અલગ-અલગ દાવા સામે આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચનો કેસ કહે છે કે બે આરોપીઓએ નફીસ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી છે, જ્યારે નફીસ પોલીસ કમિશનરને ફરિયાદ કરીને પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરે છે. આ આક્ષેપો સાચા છે કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ આખી ઘટનામાં સૌથી મહત્ત્વની કડી છે રાતના ૯.૪પ વાગ્યે નફીસના ઘરે પોલીસની તલાશી. ત્યાર બાદ ડ્રગ્સ કેસમાં તેને વોન્ટેડ જાહેર કરવો. આ બંને ઘટનાઓ વચ્ચે શું બન્યું હતું તેનો જવાબ કદાચ સીસીટીવી ફૂટેજ અને ડીવીઆરમાં છુપાયેલો છે.
ADVERTISEMENT
સવાલ અનેક, જવાબ માત્ર ક્રાઈમ બ્રાંચ પાસે રાતના ૯.૪પ વાગ્યે ફરિયાદ મુજબ ડીસીબી ક્રાઈમ બ્રાંચની ટીમ નફીસના રહેઠાણ વિસ્તારમાં પહોંચી હતી. તલાશી લેવાઈ નફીસ તથા તેના ઘરની તલાશી લેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સીસીટીવી ચાલુ હતા ઘરમાં લગાવેલા કેમેરામાં પોલીસની કાર્યવાહી રેકોર્ડ થઈ હોવાનો આક્ષેપ. ડીવીઆર લઈ જવાયું પોલીસ ટીમ સીસીટીવીનું ડીવીઆર પોતાની સાથે લઈ ગઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
આ પણ વાંચોઃ CG રોડનું સ્માર્ટ પાર્કિંગ શરૂ થતાં જ ફેલ, ઉંદરો કેબલ ચાવી ગયા, 20થી 25 પાર્કિંગ લોક બંધ પડ્યાં!
ADVERTISEMENT
ત્યાર બાદ ડ્રગ્સ કેસ મોડી રાતે દાણીલીમડા-નારોલ બીઆરટીએસ વર્કશોપની ગલી પાસેથી બે આરોપીઓ ઝડપાયા અને ર.ર૮ લાખ રૂપિયાનું એમડી મળ્યું. નફીસ વોન્ટેડ બંને આરોપીઓની પૂછપરછમાં નફીસનું નામ સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરાયો. હવે તપાસનો સવાલ નફીસના ઘરે થયેલી તલાશીનું સીસીટીવી ફૂટેજ અને પોલીસ લઈ ગયેલા ડીવીઆરની તપાસ થાય તો સમગ્ર ઘટનાક્રમની કડી સ્પષ્ટ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.