ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 દિવસથી દીપડો પકડાયો નહીં, ડ્રોનથી શોધખોળ તેજ, જન્માષ્ટમીમાં ઉપરકોટ કિલ્લો બંધ થતાં પ્રવાસીઓમાં રોષ!
Last Updated: 02:32 PM, 3 September 2026
ADVERTISEMENT
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં છેલ્લા ચાર દિવસથી દીપડાની દહેશત યથાવત્ છે. દીપડો દેખાયા બાદ વન વિભાગની ટીમ દ્વારા તેને પકડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, ચાર દિવસ વીતી ગયા હોવા છતાં વન વિભાગની ટીમ હજુ સુધી દીપડાને પકડી શકી નથી. હવે દીપડાને શોધવા માટે વન વિભાગની ટીમે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી છે.
ADVERTISEMENT

ઉપરકોટ કિલ્લામાં દીપડાની હાજરીના કારણે પ્રવાસીઓની સુરક્ષા સૌથી મહત્વની બની છે. આ જ કારણસર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરકોટ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા માટે ઉપરકોટમાં ધામા નાખીને સતત તેની શોધખોળ કરી રહી છે. કિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને દીપડો ક્યાં છુપાયો છે તેની શોધ માટે ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બીજી તરફ, જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓથી ભરેલો રહે તેવી શક્યતા હતી. પરંતુ તહેવારના સમયે જ કિલ્લો બંધ કરી દેવામાં આવતા જૂનાગઢ આવેલા પ્રવાસીઓ નિરાશ થયા છે. ઘણા પ્રવાસીઓ ખાસ સમય કાઢીને જૂનાગઢ આવ્યા હતા, પરંતુ ઉપરકોટ કિલ્લો બંધ હોવાથી તેઓ કિલ્લાની મુલાકાત લઈ શક્યા નથી.
ADVERTISEMENT
પ્રવાસીઓમાં આ બાબતે રોષ પણ જોવા મળ્યો છે. એક પ્રવાસીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “તહેવારના સમયે ખાસ સમય કાઢીને અમે જૂનાગઢ આવ્યા હતા, પરંતુ ઉપરકોટ કિલ્લો બંધ હોવાથી અમારો સમય બગડ્યો.” અન્ય એક પ્રવાસીએ જણાવ્યું કે કિલ્લો બંધ રહેતા તેમને ખાલી ખોટો ખર્ચ કરવો પડ્યો. પ્રવાસીઓનું કહેવું છે કે દીપડાની દહેશતને કારણે કિલ્લો બંધ કરવો સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી હોઈ શકે છે, પરંતુ વન વિભાગે દીપડાને વહેલી તકે પકડી લેવો જોઈએ. પ્રવાસીઓ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવાની માગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રોડ પર અચાનક ટ્રેલર નીચે કૂદી યુવકે જીવન ટૂંકાવી દીધું, LIVE દ્રશ્યો CCTVમાં કેદ!
હાલમાં વન વિભાગની ટીમ ઉપરકોટમાં સતત હાજર છે અને દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયાસ કરી રહી છે. ડ્રોન કેમેરાની મદદથી પણ દીપડાની શોધ ચાલી રહી છે. જ્યાં સુધી દીપડો પકડાય નહીં ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લો બંધ રાખવામાં આવી શકે છે. જન્માષ્ટમી જેવા તહેવારના સમયે કિલ્લો બંધ રહેતા પ્રવાસીઓને નિરાશા થઈ છે, ત્યારે હવે સૌની નજર વન વિભાગની ટીમ દીપડાને ક્યારે પકડે છે તેના પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ