ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રોડ પર અચાનક ટ્રેલર નીચે કૂદી યુવકે જીવન ટૂંકાવી દીધું, LIVE દ્રશ્યો CCTVમાં કેદ!
Last Updated: 02:01 PM, 3 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેગામ-અમદાવાદ રોડ પર એક યુવકે ટ્રક નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ઘટનાના પગલે આસપાસના લોકોમાં ચકચાર મચી
મળતી માહિતી મુજબ, દહેગામ-અમદાવાદ રોડ પર યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક ટ્રક નીચે પડતું મૂક્યું હતું. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
કાળજું કંપાવી દે તેવાં દ્રશ્યો, દહેગામ-અમદાવાદ રોડના ખૌફનાક CCTV#Dahegam #AhmedabadRoad #CCTVFootage #CCTVVideo #VTVNews pic.twitter.com/d9NLGnkObm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 3, 2026
પોલીસ ટીમ સ્થળ પર પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ સહિત વિવિધ પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ ઘટનાને પગલે દહેગામ વિસ્તારમાં પણ ચકચાર મચી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.