ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Viral / Cricket / "હુક્કો પીને આવું છું..." ઋષભ પંત સાથે પાર્ટીમાં જોવા મળ્યા MS ધોની, જુઓ Video

Sports / "હુક્કો પીને આવું છું..." ઋષભ પંત સાથે પાર્ટીમાં જોવા મળ્યા MS ધોની, જુઓ Video

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:12 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: એમએસ ધોની અને રિષભ પંતનો મિત્રો સાથે પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં ધોની કંઈક કહેતો સંભળાઈ રહ્યો છે, જેના કારણે આ વીડિયો અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં બંને કેટલાક મિત્રો સાથે એક ખાનગી પાર્ટીમાં જોવા મળે છે. વીડિયોમાં ધોનીનો 'હુક્કા'નો ઉલ્લેખ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે.

સોશિયલ મીડિયા પર ચાહકો વાયરલ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ક્લિપના દરેક ભાગને કાળજીપૂર્વક જોઇ રહ્યા છે. જો કે એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે આ વાયરલ વીડિયોની સત્યતાની અમે પુષ્ટી કરતા નથી. વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો તે પણ જાણવા મળ્યુ નથી.

વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?

વાયરલ ક્લિપમાં રિષભ પંત લોકો સાથે સોફા પર આરામ કરતો જોવા મળે છે. વાતાવરણ હોટલના રૂમ જેવું લાગે છે. ટેબલ પર બીયરના કેન અને કોકટેલ પણ દેખાય છે, જે ખાનગી ગેટ-ટુગેધર જેવું લાગે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એમએસ ધોની જોવા મળે છે. તે ફોટો માટે પોઝ આપ્યા પછી પાછો ફરે છે અને કથિત રીતે પંત સાથે હાથ મિલાવે છે.

આ દરમિયાન કહેતા સાંભળવા મળે છે કે, "જરા હુક્કા પીકે આતા હૂં."

બસ પછી શું, ધોનીનો આ ડાયલોગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો સૌથી મોટો મુદ્દે બની ગયો છે. ચાહકો ક્લિપ શેર કરી રહ્યા છે અને વાતચીત પર બરાબર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ધોની અને હુક્કા વચ્ચેનો જૂનો સંબંધ ફરી સામે આવ્યો છે

વાયરલ વીડિયો બાદ ધોનીના હુક્કા (શીશા) વિશેની જૂની વાતો પણ ફરી ચર્ચામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઇલીએ અગાઉ ધોનીની આ આદત વિશે વાત કરી હતી.

બેઇલીએ તે સમયે જણાવ્યું હતું કે ધોનીને ક્યારેક-ક્યારેક શીશા અથવા હુક્કા પીવાનું પસંદ હતું. ઘણીવાર તે તેના રૂમમાં ગોઠવતો હતો. બેઇલીના મુજબ ધોનીના રૂમમાં એક પ્રકારની ઓપન ડોર પોલીસી રહેતી હતી, જ્યાં યુવા ખેલાડીઓ પણ સમય વિતાવતા હતા.

રાંચીમાં પંત અને ધોની સાથે જોવા મળ્યા હતા

આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે પંત અને ધોની સાથે સમય વિતાવતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઋષભ પંત રાંચીમાં તૈયારી કરી રહ્યો હતો. પંત એક એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો હતો અને આ દરમિયાન ધોની પણ તેની સાથે જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સત્ર પછી ધોની પંતને ઘરે છોડીને જતા પણ જોવા મળ્યો હતો. બાદમાં બંનેને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ભારતની ત્રીજી વનડે દરમિયાન સાથે જોવા મળ્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ રમત / અફઘાનિસ્તાન સામે ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બૂમરાહને સ્થાન પણ ઓલરાઉન્ડર બહાર

હાલમાં ધોની અને પંતનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. સૌથી વધુ લોકોનું ધ્યાન એ કથિત "જરા હુક્કા પીકે આતા હૂં" વાળા વાક્ય પર ગયું છે. જોકે આ વીડિયોની પ્રામાણિકતા, સમય અને જગ્યાની સ્વતંત્રતાની વીટીવી ડિઝિટલ પુષ્ટી કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hooka MS Dhoni Rishabh Pant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ