ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગથી ફેન્સ થયા દીવાના, સોશિયલ મીડિયા પર ‘તુરંત ટેસ્ટ ટીમમાં લો’ની માગ

Duleep Trophy / વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગથી ફેન્સ થયા દીવાના, સોશિયલ મીડિયા પર ‘તુરંત ટેસ્ટ ટીમમાં લો’ની માગ

Published By: Nirav Kumar

Last Updated: 04:17 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 92 રનની ધમાકેદાર ઇનિંગથી ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. અને ટેસ્ટ ટીમમાં તરત મોકો મળવાની માંગ ઊભી કરી છે. તેની અટેકિંગ બેટિંગ સહવાગ સાથે તુલના કરાવી રહી છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટમાં હાલના દિવસોમાં એક નામ વારંવાર સામે આવી રહ્યું છે, વૈભવ સૂર્યવંશી. જેમાં દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા આ યુવા બેટ્સમેને સેન્ટ્રલ ઝોન સામે એવી ઇનિંગ રમી કે સમગ્ર ક્રિકેટ જગત અને ખાસ કરીને ફેન્સના હોશ ઉડી ગયા હતા.

જેમાં વૈભવે માત્ર 81 બોલમાં 92 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. શરૂઆતથી જ તેને બોલર્સ પર દબાણ જાળવ્યું અને માત્ર 42 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. આ ફિફ્ટીમાં ત્રણ છક્કા અને પાંચ ચોગ્ગા માર્યા હતા. આ સાથે તે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં ફિફ્ટી મારનાર સૌથી ઓછી ઉંમરનો પ્લેયર પણ બની ગયો છે.

સદીથી માત્ર આઠ રન દૂર રહીને તે આઉટ થયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેને પોતાની ક્ષમતા સ્પષ્ટ રીતે સાબિત કરી દીધી હતી. અગાઉના મેચમાં બોલિંગમાં પણ બે વિકેટ ઝડપીને તેને ઓલરાઉન્ડર તરીકેની ઓળખ મજબૂત કરી હતી.

હવે સોશિયલ મીડિયા પર આ પારી બાદ ચર્ચા એક જ વાત પર કેન્દ્રિત થઈ ગઈ – વૈભવને સીધો ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં તક મળવી જોઈએ. ભલે તેમની પાસે રેડ બોલનો અનુભવ હજુ લીમીટેડ હોય, પણ જે હિંમત અને આક્રમકતા સાથે તેને ટેસ્ટ ફોર્મેટમાં બેટિંગ કરી તે જોઈને ફેન્સ કહી રહ્યા છે કે આ પ્લેયરમાં આગામી વીરેન્દ્ર સહવાગ જેવી સંભાવના છે.

વધુ વાંચો : મહિલા એશિયા કપમાં ભારતનો વિજયી પ્રારંભ: થાઈલેન્ડને 94 રને કચડ્યું

સહવાગ જેમ તેજ-તર્રાર ઇનિંગથી વિરોધીને હેરાન કરતા તેવી જ સ્ટાઈલ વૈભવમાં દેખાઈ રહી છે. આ યુવાન પ્લેયરની લગાતાર સારી કામગીરી અને વધતી જતી ફેન ફોલોઇંગ જોઈને હવે સવાલ એ છે કે સિલેક્શન કમિટી તેમના આ પ્રદર્શનને કેટલુ મહત્વ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Duleep Trophy attacking batting Vaibhav Suryavanshi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ