ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Gold Rate Today: તહેવારો પહેલા સોનાના ભાવમાં કડાકો !જાણો અમદાવાદ સહિત ગુજરાતમાં આજે શું છે સોનાના ભાવ ?
10 ફોટો ગેલેરી
Last Updated: 09:17 AM, 31 August 2026
1/10
ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટ 2026ના રોજ 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,58,230 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનું ₹1,45,040 પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે. તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલાં સોનાના ભાવ જાણીને ખરીદી કરવી ફાયદાકારક રહી શકે છે.
2/10
31 ઓગસ્ટે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,58,230 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. એક ગ્રામ સોનાની કિંમત લગભગ ₹15,823 છે. 22 કેરેટ સોનાની વાત કરીએ તો તેનો ભાવ ₹1,45,040 પ્રતિ 10 ગ્રામ એટલે કે ₹14,504 પ્રતિ ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ ₹1,18,670 પ્રતિ 10 ગ્રામ છે. આજના ભાવમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો છે.
ADVERTISEMENT
3/10
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં 31 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનું ₹1,58,280 પ્રતિ 10 ગ્રામના ભાવે ચાલી રહ્યું છે. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,45,090 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 18 કેરેટ સોનું ₹1,18,720 પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં જ્વેલર્સ પ્રમાણે ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે.
4/10
દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,45,190 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,58,380 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં 22 કેરેટ સોનું ₹1,45,040 અને 24 કેરેટ સોનું ₹1,58,230 પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,45,040 અને 24 કેરેટનો ભાવ ₹1,58,230 પ્રતિ 10 ગ્રામ છે. શહેર પ્રમાણે ભાવમાં સામાન્ય અંતર જોવા મળે છે.
ADVERTISEMENT
5/10
આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં સમગ્ર ઓગસ્ટ મહિનાનું ચિત્ર અલગ રહ્યું છે. ઓગસ્ટ 2026માં સોનાના ભાવમાં કુલ મળીને લગભગ 9.71 ટકાનો વધારો નોંધાયો છે. 24 ઓગસ્ટે સોનું ₹16,397 પ્રતિ ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું. ત્યારબાદ ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. એટલે તહેવારો પહેલા ખરીદી કરનારાઓ માટે ભાવમાં આવી રહેલી હિલચાલ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.
6/10
છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો 22 ઓગસ્ટે 24 કેરેટ સોનું ₹16,309 પ્રતિ ગ્રામ હતું. 24 ઓગસ્ટે તે વધીને ₹16,397 થયું હતું. ત્યારબાદ 26 ઓગસ્ટે ભાવ ₹16,375 રહ્યો હતો. 27 ઓગસ્ટે ઘટાડા સાથે તે ₹16,064 થયો અને 28 ઓગસ્ટે ફરી વધીને ₹16,113 થયો હતો. 29 ઓગસ્ટે મોટો ઘટાડો થતાં ભાવ ₹15,824 થયો અને 31 ઓગસ્ટે ₹15,823 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
7/10
24 કેરેટ સોનું સૌથી વધુ શુદ્ધ માનવામાં આવે છે અને તેમાં લગભગ 99.9 ટકા શુદ્ધ સોનું હોય છે. તેની નરમાઈને કારણે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે ઓછો થાય છે. બીજી તરફ 22 કેરેટ સોનામાં લગભગ 91.6 ટકા સોનું હોય છે અને તેમાં અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે. આ કારણે 22 કેરેટ સોનું વધુ મજબૂત બને છે અને જ્વેલરી બનાવવા માટે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
8/10
સોનાની જ્વેલરી ખરીદતી વખતે તેની શુદ્ધતા તપાસવી ખૂબ જરૂરી છે. તેના માટે હોલમાર્ક અને શુદ્ધતાનો નંબર જોવો જોઈએ. 24 કેરેટ સોના માટે સામાન્ય રીતે 999, 22 કેરેટ માટે 916 અને 18 કેરેટ માટે 750 નંબર જોવા મળે છે. આ નિશાની સોનાની શુદ્ધતા વિશે માહિતી આપે છે. તેથી તહેવારોની ખરીદી વખતે માત્ર ભાવ નહીં પરંતુ જ્વેલરીની શુદ્ધતા પણ ચોક્કસ તપાસવી જોઈએ.
ADVERTISEMENT
9/10
સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા માટે ગ્રાહકો 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકે છે. મિસ્ડ કોલ કર્યા બાદ SMS દ્વારા ભાવની માહિતી મળી શકે છે. આ ઉપરાંત સોનાના ભાવની વધુ વિગતો માટે IBJAની સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવી શકાય છે. જોકે જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ, GST અને અન્ય લાગતા ચાર્જને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!