ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની MS યુનિની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, લગ્ન બાદ અમદાવાદમાં બાંધ્યો સંબંધ

ક્રાઈમ / વડોદરાની MS યુનિની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, લગ્ન બાદ અમદાવાદમાં બાંધ્યો સંબંધ

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 03:42 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની એમએસ યુનિવર્સિટિની એક વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવીને યુવક દુષ્કર્મ આચર્યું હતું.

ADVERTISEMENT

વડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. MS યુનિમાં ભણતી યુવતીનો આરોપ છે કે યુવકે તેને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટો વીડિયો ઉતારી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ફોટો-વિડિયોના આધારે બ્લેકમેલ કરી રૂ.10 લાખની માંગણી કરી હતી.

લગ્ન બાદ રાજસ્થાન અને અમદાવાદમાં બાંધ્યો સંબંધ

દુષ્કર્મનો આ સિલસિલો લગ્ન બાદ પણ ચાલુ રહ્યો હતો અને યુવકે યુવતીના લગ્ન બાદ પણ તેની સાથે રાજસ્થાન અને અમદાવાદ ખાતે સંબંધ બાંધ્યો હતો. યુવતીએ રાજસ્થાન ખાતે ફરિયાદ નોંધાવતા કેસ ગોત્રી પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર થયો હતો. ગોત્રી પોલીસે આરોપી વાસુદેવ સુથારની ધરપકડ કરી 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયાના ગુતાલ ગામે થયેલી મહિલાની ચકચારી હત્યા અને લાશ સળગાવવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં તકરાર થતાં પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.

વધુ વાંચો : પ્રેમિકાના મોબાઈલમાં વીડિયો કોલ આવતા પ્રેમીએ ધારિયાના ઘા માર્યાં, વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

ખેતરની ઓરડીમાંથી મળી હતી મહિલાની લાશ

25 ઓગસ્ટના રોજ વાઘોડિયાના ગુતાલ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સ્થળ પરથી મળેલા પર્સ અને આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ સાવલીના દેવનગરના રહેવાસી લક્ષ્મીબેન ગીરીશભાઈ રોહીત તરીકે થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજ તપાસતા મૃતક લક્ષ્મીબેન એક બાઇક પર સાવલીના પરસવા ગામના વિષ્ણુ રતીલાલ મડવાણા સાથે જતા નજરે પડ્યા હતા. પોલીસે શંકાસ્પદ વિષ્ણુની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vadodara crime vadodara crime news vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ