ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો, રિટેલમાં ₹80/kg સુધી પહોંચ્યા; સરકારના ₹35માં વેચાણ અને બફર સ્ટોક છતાં ગ્રાહકોને રાહત નહીં
Last Updated: 02:06 PM, 30 August 2026
ADVERTISEMENT
ડુંગળીના વધતા ભાવ હજુ પણ સામાન્ય લોકોને રડાવી રહ્યા છે. સરકાર દ્વારા ભાવ ઘટાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની ખાસ અસર બજારમાં જોવા મળી રહી નથી. દિલ્હીના ઓખલા સહિતના બજારોમાં ડુંગળીના ભાવ હજુ પણ ઊંચા છે. ઓખલા મંડીમાં ડુંગળીનો ભાવ 5 કિલો માટે લગભગ ₹240થી ₹250 સુધી જોવા મળી રહ્યો છે. એટલે કે ડુંગળીનો ભાવ લગભગ ₹48થી ₹50 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ છૂટક બજારમાં આ જ ડુંગળી ₹60, ₹70 અને કેટલીક જગ્યાએ ₹80 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.
ADVERTISEMENT

ડુંગળીના ભાવમાં અચાનક થયેલા વધારાને કારણે રસોડાનું બજેટ સંભાળવું સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય ચીજોના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે અને હવે ડુંગળીના ભાવમાં થયેલા વધારાએ લોકોની મુશ્કેલી વધારી છે. ખાસ કરીને રોજિંદા રસોઈમાં ડુંગળીનો ઉપયોગ વધારે થતો હોવાથી તેના ભાવ વધવાની સીધી અસર ઘરગથ્થુ ખર્ચ પર પડે છે.
ADVERTISEMENT
ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાસિકથી ડુંગળી ઝડપથી અન્ય બજારો સુધી પહોંચાડવા માટે કાંડા એક્સપ્રેસ પણ ચલાવવામાં આવી હતી. સરકારના આ પ્રયાસોનો હેતુ બજારમાં ડુંગળીનો પુરવઠો વધારીને ભાવને કાબૂમાં લાવવાનો હતો. પરંતુ હાલની સ્થિતિ જોતા બજારમાં તેની ખાસ અસર જોવા મળી રહી નથી. ડુંગળીના ભાવમાં વધઘટ ચાલુ છે અને સામાન્ય ગ્રાહકોને હજુ પણ ઊંચા ભાવે ડુંગળી ખરીદવી પડી રહી છે.
ADVERTISEMENT
છૂટક બજારમાં ડુંગળીના ભાવ સતત વધતા જતા હવે ઘણા લોકો જથ્થાબંધ શાકભાજી બજારો તરફ વળ્યા છે. ઓખલા સહિતના જથ્થાબંધ બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં ડુંગળીનો ભાવ છૂટક બજારની સરખામણીમાં થોડો ઓછો છે. જથ્થાબંધ બજારમાં ડુંગળી લગભગ ₹48થી ₹50 પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. જોકે આ ભાવ પણ સામાન્ય સમય કરતા વધારે છે. ઓખલા મંડીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડુંગળીના ભાવમાં ઘણો વધારો થયો છે. ભાવ વધવાથી ગ્રાહકોની સંખ્યા પણ ઘટી રહી છે. લોકો જરૂર પૂરતી જ ડુંગળી ખરીદી રહ્યા છે, જેના કારણે વેપારીઓના વેચાણ અને નફા પર પણ અસર પડી રહી છે. શાકભાજી વેચનારાઓનું કહેવું છે કે ડુંગળીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ક્યારે ભાવ વધે છે તો ક્યારેક થોડો ઘટાડો થાય છે, પરંતુ હાલ સામાન્ય ગ્રાહકો માટે ભાવ હજુ પણ ચિંતાનો વિષય છે.
ADVERTISEMENT
આ સમય દરમિયાન માત્ર ડુંગળીના ભાવમાં જ વધારો થયો નથી. અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવની વાત કરીએ તો જથ્થાબંધ બજારમાં ટામેટા હાલમાં લગભગ ₹28થી ₹30 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. લીલા મરચાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. લીલા મરચાના ભાવમાં 5 કિલો દીઠ ₹150નો વધારો થયો છે. બીજી તરફ લીલા ધાણાના ભાવમાં પણ પ્રતિ કિલો ₹30નો વધારો થયો છે. ઓખલા મંડીમાં રવિવારે લીલા ધાણા લગભગ ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આ ઉપરાંત કોબીનો ભાવ લગભગ ₹23 પ્રતિ કિલો અને ફૂલકોબીનો ભાવ લગભગ ₹80 પ્રતિ કિલો જોવા મળ્યો હતો. એટલે કે ડુંગળીની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધઘટ અને વધારો સામાન્ય લોકોના ઘરનું બજેટ અસર કરી રહ્યો છે. હાલ ડુંગળીના ભાવ ક્યારે ઘટશે તે અંગે સ્પષ્ટતા નથી. સરકાર દ્વારા બફર સ્ટોક અને પુરવઠો વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો છતાં બજારમાં ભાવ ઊંચા રહેતા હવે સામાન્ય લોકોની નજર ભાવ ક્યારે નીચે આવે છે તેના પર છે. જો બજારમાં ડુંગળીનો પુરવઠો વધશે તો આગામી દિવસોમાં ભાવમાં રાહત મળવાની શક્યતા છે, પરંતુ હાલમાં ગ્રાહકોને ઊંચા ભાવે જ ડુંગળી ખરીદવી પડી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ