ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:48 PM, 28 August 2026
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાનીને મોટી ખુશખબરી મળી છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)એ Jio પ્લેટફોર્મ્સના IPOને મંજૂરી આપી દીધી છે. આ પબ્લિક ઇશ્યૂથી લગભગ 37,700 કરોડ રૂપિયા ઉભા કરવાનો ટાર્ગેટ છે. આના આધારે કંપનીની વેલ્યુએશન આશરે 9.5 લાખ કરોડ રૂપિયા થઇ શકે છે.
ADVERTISEMENT
જો આ IPO આ સાઈઝનો આવે તો તે ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થઈ શકે છે. જેમાં લગભગ 3 અબજ ડોલરના સંભવિત ઇશ્યૂ સાઇઝ સાથે જિયોનો IPO હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂને પાછળ રાખીને દેશના સૌથી મોટા આઈપીઓમાં સામેલ થઈ શકે છે.
આ IPO પૂરેપૂરો ફ્રેશ ઇશ્યૂ હશે. જેમાં મીક્સીમમ 27 કરોડ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. તેમાં ઓફર ફોર સેલનો કોઈ ભાગ નહીં હોય, એટલે કે IPOથી મળતી રકમ સીધી કંપની પાસે જશે. જેમાં ઇશ્યૂનો મીક્સીમમ 50% ભાગ QIBs માટે રીઝર્વ રાખવામાં આવી શકે છે, જ્યારે મીનીમમ 35% ભાગ રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાત્ર શેરહોલ્ડર્સ અને કર્મચારીઓ માટે કેટલા શેર રીઝર્વ રાખવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી.
ADVERTISEMENT
Jio પ્લેટફોર્મ્સ IPOથી મળતી રકમમાંથી લગભગ 27,500 કરોડ રૂપિયા પોતાની સબસિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ, RJILના અમુક દેવાને સમય પહેલાં ચૂકવવા માટે વાપરશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે વપરાશે.
ADVERTISEMENT
Jio પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટી શેરહોલ્ડર છે. જેમાં કંપની પાસે લગભગ 66.43% હિસ્સેદારી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાની પરોક્ષ સબસિડિયરી જાધુ હોલ્ડિંગ્સ મારફતે લગભગ 10% હિસ્સેદારી છે. તેના સિવાય ગૂગલ ઇન્ટરનેશનલ LLC પાસે લગભગ 8% ભાગીદારી છે. Jio પ્લેટફોર્મ્સે 19 જૂનના રોજ સેબી પાસે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ દાખલ કર્યું હતું ત્યારથી જ રોકાણકારોની નજર આ મોસ્ટ અવેટેડ IPO પર છે. હાલમાં IPO ની લાસ્ટ ડેટ, શેરનો પ્રાઇસ બેન્ડ અને ઇશ્યૂની અંતિમ સાઈઝ જાહેર કરવામાં આવી નથી.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો