ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / HDFC Bank એક વર્ષની નીચી સપાટીએ, રિકવરીમાં ₹1,172 સુધી જઈ શકે શેર, Macquarieની મોટી આગાહી
Last Updated: 04:37 PM, 28 August 2026
ADVERTISEMENT
દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC ના શેરમાં તાજેતરમાં ભારે નરમાઈ જોવા મળી રહી છે. બેંકનો શેર ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન તૂટીને એક વર્ષના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, બાદમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે શેરમાં આંશિક સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મેક્વેરી (Macquarie) ના જણાવ્યા અનુસાર, શેરમાં જોવા મળી રહેલા આ ઘટાડાને રોકાણકારો ખરીદીની એક સારી તક તરીકે જોઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બેંકના વર્તમાન CEO શશી જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. બેંક પાસે નવા CEO અંગે નિર્ણય લેવા માટે બે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. પ્રોસેસ મુજબ, બેંકની 'નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી' (NRC) યોગ્ય ઉમેદવારોના નામ બોર્ડને મોકલશે, અને બોર્ડની મંજૂરી બાદ તેને અંતિમ મંજૂરી માટે RBI પાસે મોકલવામાં આવશે. સામાન્ય રીતે રિઝર્વ બેંક આ પ્રક્રિયામાં 30 થી 45 દિવસનો સમય લેતી હોય છે.

ADVERTISEMENT
વિકલ્પ 1: 6 મહિનાનું એક્સ્ટેન્શન (ઓછો કાર્યકાળ)
ADVERTISEMENT
જો શશી જગદીશનને માત્ર 6 મહિનાનું વિસ્તરણ આપવામાં આવે, તો તેનો સ્પષ્ટ સંકેત એ હશે કે બોર્ડ નવા ઉમેદવારની શોધમાં છે. આવી સ્થિતિમાં નવા CEO ની પસંદગી સુધી સસ્પેન્સ જળવાઈ રહેશે અને બેંકના શેર પર લાંબા સમય સુધી દબાણ રહેવાની આશંકા છે.
વિકલ્પ 2: 3 વર્ષ માટે નવો કાર્યકાળ
ADVERTISEMENT
જો શશી જગદીશનને આખા 3 વર્ષ માટે ફરીથી CEO તરીકે નિયુક્ત કરવામાં આવે, તો બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતા તાત્કાલિક ધોરણે સમાપ્ત થઈ જશે. આ નિર્ણયથી શેરને વર્તમાન સ્તરે મજબૂત સપોર્ટ મળશે અને ત્યારબાદ શેરની ચાલ બેંકના નાણાકીય પ્રદર્શન પર નિર્ભર રહેશે.
આ પણ વાંચોઃ ''20થી 25 મિનિટમાં જ પાણી...'', નેપાળમાં ફરી જળપ્રલયનું સંકટ! સુરક્ષિત સ્થાને ખસવા વોર્નિંગ
ADVERTISEMENT
HDFC બેંકના શેરે તાજેતરના સમયમાં રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે. ગત વર્ષના પોતાના ઑલ-ટાઇમ હાઈ સ્તરથી બેંકનો શેર આશરે 30.77% જેટલો તૂટી ચૂક્યો છે. જોકે, આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ HDFC બેંકના શેરને 'Outperform' રેટિંગ આપીને ₹1,150 નો ટાર્ગેટ પ્રાઇસ યથાવત રાખ્યો છે.
(ડિસ્ક્લેમર: બજાર નિષ્ણાતો કે બ્રોકરેજ ફર્મ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો તેમના અંગત છે. શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અવશ્ય લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો