ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મનપાના નામે બોગસ નિમણૂક પત્ર બનાવી છેતરપિંડી, કલેક્ટર-સરકારી સ્ટેમ્પનો દુરુપયોગ; SMCની લોકોને સાવચેત રહેવા અપીલ
Last Updated: 12:16 PM, 30 August 2026
ADVERTISEMENT
સુરતમાં સુરત મહાનગરપાલિકા (SMC)ના નામે બોગસ જોબ લેટર બનાવી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાના નકલી સિક્કા બનાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે રાજસ્થાનની એક મહિલા નોકરીનો નિમણૂક પત્ર લઈને તાપી ભવન ખાતે પહોંચી હતી. મહિલાના હાથમાં રહેલા આ નિમણૂક પત્રને જોઈને શરૂઆતમાં તે સરકારી દસ્તાવેજ હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ રિક્રૂટમેન્ટ ઓફિસરને તેમાં કંઈક શંકાસ્પદ લાગતા સમગ્ર મામલાની ખરાઈ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

મળતી માહિતી પ્રમાણે, મહિલાને જે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો તેમાં કલેક્ટરનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પત્રમાં સરકારી ભાષામાં લખાણ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે પત્ર જોવામાં આવે ત્યારે તે સરકારી કચેરીમાંથી આપવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. જોકે, રિક્રૂટમેન્ટ ઓફિસરને પત્ર અંગે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દસ્તાવેજની ખરાઈ કરતા આ સમગ્ર મામલો બોગસ હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
આ ઘટનાથી સ્પષ્ટ થયું છે કે નોકરી અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવા માટે સરકારી કચેરીના નામ, સિક્કા અને દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નોકરીની જરૂરિયાત ધરાવતા લોકોને નિશાન બનાવીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ થતો હોવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાએ આ મામલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. SMC દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે અજાણી વ્યક્તિ નોકરી અપાવવાના નામે રૂપિયા માગે તો સાવચેત રહેવું જોઈએ.SMCની સત્તાવાર વેબસાઇટ પર ભરતી સંબંધિત જાહેરાતો અને ભરતીની માહિતી ઉપલબ્ધ રહે છે, જેથી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈપણ વ્યક્તિ કે અજાણ્યા સ્ત્રોત પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર માહિતીની ખરાઈ કરવી જોઈએ.
ADVERTISEMENT
સુરત મહાનગરપાલિકાએ લોકોને ખાસ અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ નિમણૂક પત્ર અથવા અન્ય સરકારી દસ્તાવેજ મળે તો તેની સીધી રીતે ખરાઈ કરવી. કોઈ અજાણી વ્યક્તિ નોકરી માટે રૂપિયા માગે તો તેને રૂપિયા આપતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. નોકરીના નામે કોઈપણ પ્રકારની લાલચ આપવામાં આવે તો તેની તપાસ કર્યા વગર આગળ વધવું નહીં. MCના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને શંકાસ્પદ દસ્તાવેજ જોવા મળે તો તેણે રિક્રૂટમેન્ટ વિભાગનો સંપર્ક કરવો જોઈએ. આ રીતે સમયસર દસ્તાવેજની ખરાઈ કરવામાં આવે તો આવી છેતરપિંડીથી બચી શકાય છે. SMCની સત્તાવાર વ્યવસ્થામાં ભરતીની માહિતી અને અન્ય સેવાઓ માટે ઓનલાઈન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : નેપાળ જળપ્રલય વચ્ચે આણંદનો પરિવાર ફસાયો, ધર્મજના 4 NRI સભ્યો સંપર્કવિહોણા
આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ હવે નોકરી શોધતા ઉમેદવારો માટે પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે. સરકારી નોકરીના નામે મળતા કોઈપણ નિમણૂક પત્ર પર તરત વિશ્વાસ ન કરવો અને તેમાં સરકારી સ્ટેમ્પ કે અધિકારીની સહી હોય તો પણ તેની સત્તાવાર રીતે ખરાઈ કરવી. સુરત મહાનગરપાલિકાએ પણ લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ