ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પૂર હોનારતનો ભોગ બનેલા લોકોની ઓળખ માટે NFSUની 10 સભ્યોની ટીમ નેપાળ જવા રવાના, DNA મેચ કરશે
Last Updated: 09:20 PM, 29 August 2026
ADVERTISEMENT
નેપાળમાં જળહોનારત સર્જાઈ છે. લગભગ 24 જેટલા ગુજરાતીઓ પણ ગુમ છે. આ દરમિયાન પૂર હોનારતનો ભોગ બનેલા લોકોની ઓળખવિધિ માટે 10 સભ્યોની એક ટીમ ગાંધીનગરથી નેપાળ જવા રવાના થઈ છે. ડૉ. ભાર્ગવ પટેલના નેતૃત્વમાં 10 સભ્યોની ટીમ નેપાળ જઈને પીડિતોની ઓળખ કરશે. NFSUના નિષ્ણાતો અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સાથે પણ કામ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ
નેપાળમાં આવેલા પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ થયાં છે હજુ સુધી તેમની જાણકારી મળી નથી. સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ છે. માત્ર એક જ પરિવારનો સંપર્ક થઈ શક્યો છે. અમરેલીના પ્રવાસીનો તેના પરિવાર સાથે સંપર્ક થયો છે. પરિવારે વહીવટી તંત્રને સંપર્ક થયો હોવાની માહિતી આપી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : 6 વર્ષની બાળકીની હત્યાથી સનસની, કોથળામાં લાશ લઈને જતો દેખાયો આરોપી, રેપની શંકા
આણંદનું કપલ પણ ગુમ
ADVERTISEMENT
નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.