ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કળિયુગના અંતના સંકેત? ભવિષ્યમાલિકાની કઈ ભયાનક ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો કરાય છે દાવો!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / કળિયુગના અંતના સંકેત? ભવિષ્યમાલિકાની કઈ ભયાનક ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો કરાય છે દાવો!

Last Updated: 10:04 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસ અને પંચસખા દ્વારા આશરે ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં તાડના પત્રો પર લખાયેલી 'ભવિષ્યમાલિકા'ની ભવિષ્યવાણીઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે.

1/7

photoStories-logo

1. કળિયુગના અંતના સંકેત? ભવિષ્યમાલિકાની કઈ ભયાનક ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો કરાય છે દાવો!

શું સેંકડો વર્ષો પહેલાં લખાયેલાં પ્રાચીન ગ્રંથોમાં આજે ઘટી રહેલી વૈશ્વિક ઘટનાઓના સંકેતો છુપાયેલા હોઈ શકે? હિન્દુ ધર્મ અને ઓડિશાના આધ્યાત્મિક ઈતિહાસમાં સંત અચ્યુતાનંદ દાસ અને પંચસખા સાથે જોડાયેલી 'ભવિષ્યમાલિકા'ને લઈને આવા અનેક દાવા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આશરે ૫૦૦થી ૬૦૦ વર્ષ પહેલા તાડના પત્રો પર લખાયેલા આ ગ્રંથોમાં કળિયુગના અંતિમ ચરણ અને ભવિષ્યની અનેક રહસ્યમય ઘટનાઓનો ઉલ્લેખ છે. ગ્રંથના અનુયાયીઓ અનુસાર, સમય જતાં આમાં દર્શાવેલા કેટલાક સંકેતો વર્તમાન ઈતિહાસ અને ઘટનાઓ સાથે આશ્ચર્યજનક રીતે બંધબેસતા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જ્યારે જગન્નાથ મંદિરનું પવિત્ર 'કલ્પવૃક્ષ' ધરાશાયી થયું

ભવિષ્યમાલિકામાં ઉલ્લેખ છે કે જ્યારે કળિયુગના અંતિમ ચરણની શરૂઆત થશે, ત્યારે જગન્નાથ મંદિર પરિસરમાં આવેલું અતિ પ્રાચીન કલ્પવૃક્ષ (વડનું ઝાડ) ક્ષતિગ્રસ્ત થશે. વર્ષ 1999માં ઓડિશામાં આવેલા વિનાશક મહાસુનામી (સાઇક્લોન) દરમિયાન આ કલ્પવૃક્ષની મોટી ડાળીઓ તૂટીને પડી ગઈ હતી. અનુયાયીઓએ આ ઘટનાને ભવિષ્યમાલિકાના સંકેત સાથે જોડીને જોવાનું શરૂ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મંદિરના શિખર પરથી પથ્થરોનું ખરવું

બીજી એક ચર્ચિત ભવિષ્યવાણી મુજબ, જગન્નાથ મંદિરના ઊંચા શિખર કે નીલચક્ર આસપાસથી ભારે પથ્થરો નીચે ખરવાની ઘટનાઓ મોટી આફત કે મુશ્કેલ સમયના એંધાણ આપે છે. વિતેલા વર્ષોમાં મંદિરના ઉપલા ભાગમાંથી પથ્થર ખસવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તેનાથી તંત્ર અને પુરાતત્વ વિદોમાં ચિંતા તો જાગી જ હતી, પરંતુ સાથે સોશિયલ મીડિયા પર તેને ભવિષ્યમાલિકાના દાવાઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પ્રાણઘાતક અને રહસ્યમય મહામારીઓનો ફેલાવો

ગ્રંથમાં એવા સમયનો પણ ઉલ્લેખ મળે છે જ્યારે સમગ્ર વિશ્વ અચાનક ઉદ્ભવતી ગંભીર અને રહસ્યમય બીમારીઓથી ઘેરાઈ જશે. શરૂઆતના તબક્કે તબીબી વિજ્ઞાન પણ લાચાર બનશે અને મોટી જાનહાની થશે. વર્ષ 2020 માં ફેલાયેલી કોરોના (COVID-19) મહામારી સાથે આ વાતને સાંકળવામાં આવે છે. જોકે, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ લોકો તેને જૂની ભવિષ્યવાણીઓ સાથે જોડીને નવી વ્યાખ્યાઓ આપતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સામાજિક મુલ્યોમાં પતન અને સંબંધોમાં વિખવાદ

ભવિષ્યમાલિકા અનુસાર, એક સમય એવો આવશે જ્યારે સમાજમાં ક્રોધ, લાલચ અને સ્વાર્થનું પ્રમાણ ચરમસીમાએ પહોંચશે. લોકોમાં દયા અને પ્રેમ ઘટશે તથા પરિવારના સભ્યો જ એકબીજાથી દૂર થવા લાગશે. આજના આધુનિક યુગમાં વધતા જતાં કૌટુંબિક વિવાદો, એકલવાયાપણું અને વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યાને કેટલાક લોકો આ ભવિષ્યવાણીના પરિણામ તરીકે જુએ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અનાજના સ્વાદ અને પોષણમાં ઘટાડો

જમીનની ફળદ્રુપતા ઘટવાની અને અનાજના કુદરતી સ્વાદ તથા પૌષ્ટિકતામાં તીવ્ર ઘટાડો થવાની ચેતવણી પણ આ ગ્રંથમાં આપવામાં આવી છે. આજના સમયમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો અતિશય વપરાશ અને હાઇબ્રિડ ખેતીના કારણે ખોરાકની ગુણવત્તા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. દ્રષ્ટિકોણ અને સત્યતા

ભવિષ્યમાલિકામાં વર્ણવેલી વાતો અને આજના સમયમાં બનતી ઘટનાઓ વચ્ચે સામ્યતા ચોક્કસ દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિક કે તાર્કિક દ્રષ્ટિકોણથી આ દરેક દાવાઓને અંધશ્રદ્ધા કે માત્ર એક સંયોગ તરીકે પણ જોવામાં આવે છે. તેથી આ ભવિષ્યવાણીઓને લઈને અલગ-અલગ મતો પ્રવર્તે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kalyug JagannathTemple BhavishyaMalika
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ