ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતનું ‘મહા વન કવચ’ 2026-27: 106 સ્થળોએ 1,526 હેક્ટરમાં વૃક્ષારોપણ

ગાંધીનગર / ગુજરાતનું ‘મહા વન કવચ’ 2026-27: 106 સ્થળોએ 1,526 હેક્ટરમાં વૃક્ષારોપણ

Published By: Vishal Khamar

Last Updated: 02:01 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતે વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘મહા વન કવચ’ પહેલ હેઠળ ૧૦૬ સ્થળોએ કુલ ૧,૫૨૬ હેક્ટર વિસ્તારમાં ગીચ વૃક્ષારોપણ હાથ ધર્યું છે.

ADVERTISEMENT

ગુજરાતે વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘મહા વન કવચ’ પહેલ હેઠળ ૧૦૬ સ્થળોએ કુલ ૧,૫૨૬ હેક્ટર વિસ્તારમાં ગીચ વૃક્ષારોપણ હાથ ધર્યું છે. આ વાવેતર અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વલસાડ સહિતના જિલ્લાઓ અને પૂર્વ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વિવિધ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે.

દરેક વૃક્ષારોપણ સ્થળનો વિસ્તાર ૧૦ હેક્ટર કે તેથી વધુ છે. આ અભિયાનનો હેતુ કેન્દ્રિત રીતે વૃક્ષારોપણ કરીને રાજ્યમાં હરિયાળી વિસ્તાર વધારવાનો છે. વન વિભાગના આંકડા મુજબ, વ્યક્તિગત વૃક્ષારોપણ સ્થળોનો વિસ્તાર ૧૦થી ૧૦૦ હેક્ટર સુધીનો છે અને સમગ્ર રાજ્યમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં આ સ્થળો ફેલાયેલાં છે.

આ કાર્યક્રમ હેઠળ અમદાવાદ જિલ્લો સૌથી આગળ છે. અહીં ૪૦૧ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સાણંદ અને બાવળા રેન્જમાં કુલ ૧૦૦ હેક્ટરનું વાવેતર કરાયું છે. તેમાં સાણંદના ગોધાવી ખાતે ૧૦૦ હેક્ટરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અન્ય મોટાં સ્થળોમાં વીંછિયા ૪૫ હેક્ટર, ઝાંપ બ્લોક-૧ ૪૮ હેક્ટર અને દુમાલી ૩૦ હેક્ટરનો સમાવેશ થાય છે.

કચ્છ પણ આ પહેલનો મહત્ત્વનો ભાગ છે. કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ વિભાગમાં કુલ ૧૯૫ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. નખત્રાણા, દયાપર, ભૂજ, રાપર, ભચાઉ અને મુન્દ્રા રેન્જમાં આવેલાં સ્થળોએ ૧૦થી ૩૦ હેક્ટર સુધીના વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં કુલ ૧૨૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ થયું છે. તેમાં દાંતીવાડા રેન્જના દાવાસ ખાતે ૫૦ હેક્ટર અને અંબાજીમાં ગબ્બર રોડ નજીક ૨૦ હેક્ટરનાં સ્થળનો સમાવેશ થાય છે. સાબરકાંઠામાં ૮૫ હેક્ટર, જ્યારે પાટણમાં ૬૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ગ્રીન કવરનો વિસ્તાર

આ કાર્યક્રમ મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી પણ વિસ્તર્યો છે. ભરૂચમાં ૩૫ હેક્ટર, સુરતમાં ૬૫ હેક્ટર અને વ્યારામાં ૭૫ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. દાહોદ વિભાગમાં ૭૩ હેક્ટર, છોટાઉદેપુરમાં ૪૨ હેક્ટર અને ગોધરામાં ૨૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા પીછો નહીં છોડે, આવી શકે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ!

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નર્મદા જિલ્લામાં ૯૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં વૃક્ષારોપણ હાથ ધરાયું છે. ડાંગ ઉત્તર વિભાગમાં ૬૦ હેક્ટર, જ્યારે ડાંગ દક્ષિણમાં ૩૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણનાં સ્થળો રાજપીપળા, ડેડિયાપાડા અને સાગબારા રેન્જમાં ફેલાયેલાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Van Kavach initiative Gujarat afforestation Gujarat tree plantation 2026-27

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ