ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળમાં પૂરનો પ્રકોપ: ફસાયેલા ભારતીયોને સલામત પરત લાવવા ઓપરેશન શરૂ, ભારત મદદનો હાથ લંબાવશે
Last Updated: 09:48 PM, 28 August 2026
ADVERTISEMENT
નેપાળમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ગંભીર હોનારત બાદ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં પડોશી ધર્મ નિભાવતા ભારત સરકારે નેપાળને મોટા પાયે માનવતાવાદી સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું છે કે, રાહત સામગ્રી ધરાવતા બે વિમાનો રવાના થઈ ચૂક્યા છે અને વધારાની સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત, નેપાળ સરકારની વિનંતી પર ભારતે વિશેષ ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Answering ANI's question regarding what the government of India is doing for Indian nationals stranded in Nepal amid a flash flood situation there, MEA Official Spokesperson Randhir Jaiswal says, "... Two aircrafts with relief materials have already been sent; we… pic.twitter.com/09kl0025TM
— ANI (@ANI) August 28, 2026
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલતા પહેલા એક રેકી ટીમ નેપાળ જશે, જે ત્યાં જરૂરી સાધન-સામગ્રી અને પરિસ્થિતિનું આંકલન કરશે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારો વચ્ચે તૂટી ગયેલા સંપર્કને પુનઃસ્થાપિત કરવા માટે ભારતે બેલી બ્રિજ (Baily Bridge) અને તેની ટેકનિકલ ટીમો મોકલવાની ઓફર કરી છે. સાથોસાથ શોધ અને બચાવ કામગીરીને વેગ આપવા NDRF ની ટીમો મોકલવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
#WATCH दिल्ली: नेपाल में अचानक आई बाढ़ पर विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा, "21 भारतीय जो कल बाढ़ प्रभावित क्षेत्र से रेस्क्यू करके काठमांडू पहुंचे थे, वे आज दिल्ली पहुंच गए हैं। त्रिशूली-1 हाइड्रोइलेक्ट्रिक प्रोजेक्ट पर काम कर रहे 63 भारतीयों को सुरक्षित रेस्क्यू… pic.twitter.com/0f8IvgvJgT
— ANI_HindiNews (@AHindinews) August 28, 2026
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત રીતે વતન પરત લાવવા માટે ભારત સરકાર તમામ જરૂરી પગલાં ભરી રહી છે. ગુરુવારે કાઠમંડુ પહોંચેલા 21 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી આવી પહોંચ્યા છે. ત્રિશૂલી પાવર પ્રોજેક્ટમાં ફસાયેલા તમામ 63 ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો
ચીન સરહદ નજીક ફસાયેલા 93 ભારતીયો સરહદ પાર કરીને રોડ માર્ગે સલામત રીતે નેપાળ પહોંચી ગયા છે. ચીનની સરહદ તરફ ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. ભારત સરકાર નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને કોઈપણ પ્રકારની વધારાની સહાય પૂરી પાડવા માટે સજ્જ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ