ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વગર એક દશકાથી ચલાવી રહ્યા હતા ક્લિનિક, 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 05:40 PM, 28 August 2026
ADVERTISEMENT
Surat Bogus Doctor: સુરતમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ચાર બોગસ તબીબને ઝડપી એલસીબી સ્કર્વોડે કાર્યવાહી કરી છે. તેમની પાસેથી દવાઓ સહિત કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે. ડિગ્રી વગર એક દશકાથી ક્લિનિક ચલાવી રહ્યા હતા.
ADVERTISEMENT
સુરત શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ક્વોડે પુણા વિસ્તારમાં દરોડા પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતાં ચાર બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે. એલસીબીની આ કાર્યવાહી દરમિયાન એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત એલસીબી સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે પુણા વિસ્તારમાં કેટલાક ઇસમો પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ સત્તાવાર ડિગ્રી કે રજિસ્ટ્રેશન ન હોવા છતાં તે ક્લિનિક ખોલીને લોકોના જીવ જોખમાય તે રીતે સારવાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને પુણાના રાજીવનગર વિસ્તારમાંથી 3 અને આશાનગર વિસ્તારમાંથી 1 મળી કુલ 4 બોગસ ડૉક્ટરોને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સુરત / જ્ઞાનના સાગરથી 3000 બહેનોના બાઈ બન્યા શિક્ષક નરેશ મહેતા, 321 બહેનોએ એકસાથે બાંધી રાખડી
ADVERTISEMENT
એલસીબી સ્ક્વોડે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો સહિત કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓ લાંબા સમયથી કોઈ પણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવીને લોકોની સારવાર કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ