ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુસાઇડ નોટથી ખુલ્યું રહસ્ય! નિધિના આપઘાત કેસમાં પતિ સૌરભ અને પ્રેમિકા ઈશિકાની ધરપકડ
Last Updated: 01:39 PM, 28 August 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાના. જ્યાં આવેલી શ્રીનિવાસ ગ્રીન સિટીમાં 24 ઓગસ્ટના રોજ એક એવી ઘટના બની હતી, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.ભાજપ મહિલા નેતાની પુત્રવધૂ નિધિ કુમારીએ પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પરંતુ શરૂઆતમાં સામાન્ય આપઘાતનો લાગતો આ કેસ થોડા જ સમયમાં ક્રાઈમ કેસમાં ફેરવાઈ ગયો હતો.

ADVERTISEMENT
નિધિના મોત બાદ પરિવારજનોએ અનેક સવાલો ઉઠાવ્યા
નિધિના મોત બાદ પરિવારજનોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન ડોક્ટરને મૃતક નિધિના આંતરવસ્ત્રોમાંથી બે પાનાની એક સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટ મળતા જ સમગ્ર તપાસનો દિશા બદલાઈ ગઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ નિધિએ પોતાના સાસરી પક્ષના લોકો રાજકીય રીતે પ્રભાવશાળી હોવાના કારણે પોતાની વાત બહાર નહીં આવે તેવી શંકા સાથે આ સુસાઇડ નોટ છુપાવી રાખી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવેલી આ સુસાઇડ નોટ ડોક્ટરે પોલીસને સોંપી હતી. અને ત્યારબાદ પોલીસે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT

પરિવારજનોએ આરોપ લગાવ્યો
ADVERTISEMENT
મૃતક નિધિના ભાઈ આદિત્ય કુમારે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નિધિના પતિ સૌરભ કુમાર અને તેની પ્રેમિકા ઈશિકા બેનર્જી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે નિધિનો પતિ સૌરભ અન્ય મહિલા સાથે કથિત સંબંધમાં હતો. અને આ સંબંધને કારણે નિધિ સતત માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહી હતી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પતિ અને તેની પ્રેમિકાના વર્તનથી નિધિને એટલી હદે માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો કે તેણે આપઘાત જેવું અંતિમ પગલું ભરવું પડ્યું.

ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ફરિયાદ અને પોલીસ તપાસમાં સામે આવેલા પ્રાથમિક પુરાવાઓના આધારે કડોદરા પોલીસે નિધિના પતિ સૌરભ કુમાર અને ઈશિકા બેનર્જી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્યારબાદ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી...સૌરભ કુમાર અને ઈશિકા બેનર્જીની ધરપકડ બાદ હવે પોલીસ આ સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દ્વારકા જગત મંદિરના નામે ઝડપાયું બોગસ પહોંચ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ
પોલીસ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી
હવે પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.નિધિ અને તેના પતિ વચ્ચેના સંબંધો કેવા હતા...?પતિના કથિત અફેરને લઈને ઘરમાં કોઈ વિવાદ ચાલતો હતો કે નહીં. નિધિને કયા પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.? અને આપઘાત પહેલાં શું બન્યું હતું...?આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે કડોદરા પોલીસ વધુ તપાસ આગળ ધપાવી રહી છે. માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ મૃતકના આંતરવસ્ત્રોમાંથી મળી આવેલી બે પાનાની સુસાઇડ નોટ.બીજી તરફ પતિના કથિત અફેર અને માનસિક ત્રાસના આક્ષેપો. અને હવે પતિ તથા તેની પ્રેમિકાની ધરપકડ.આ તમામ ઘટનાક્રમે કડોદરાના આ આપઘાત કેસને ગંભીર ક્રાઈમ કેસમાં ફેરવી દીધો છે. હવે પોલીસ તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે અને પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી શું માહિતી સામે આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો