ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રક્ષાબંધન પર ક્યાં જઇને અટક્યાં સોના-ચાંદીના ભાવ? શો-રૂમ જતાં પહેલા જાણો લેટેસ્ટ રેટ

Gold Price Today / રક્ષાબંધન પર ક્યાં જઇને અટક્યાં સોના-ચાંદીના ભાવ? શો-રૂમ જતાં પહેલા જાણો લેટેસ્ટ રેટ

Published By: Jinal Chauhan

Last Updated: 09:38 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના દિવસે સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

28 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર તમે તમારી બહેનને સોનાની રિંગ, પેન્ડન્ટ અથવા ચાંદીના દાગીના ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજના ભાવ જાણી લેવા જરૂરી છે. તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ખરીદદારોને થોડી રાહત મળી છે. ભારતમાં આજે 24 કેરેટ શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ 16,297 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 1,62,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દાગીના માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતા 22 કેરેટ સોનાનો ભાવ 14,939 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 1,49,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

24 કેરેટ સોનાનો આજનો ભાવ કેટલો?

આજે ભારતમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ 16,297 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ પ્રમાણે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,62,970 રૂપિયા છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે અને સામાન્ય રીતે રોકાણ માટે તેની માંગ વધારે રહે છે. રક્ષાબંધનના દિવસે ભાવમાં ઘટાડો જોવા મળતાં સોનું ખરીદવા માંગતા લોકો માટે આ રાહતના સમાચાર છે.

22 કેરેટ સોનાનો ભાવ શું છે?

દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આજે 22 કેરેટ સોનાનો સરેરાશ ભાવ 14,939 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 1,49,390 રૂપિયા છે. જો તમે રક્ષાબંધન પર બહેન માટે સોનાની રિંગ, પેન્ડન્ટ અથવા અન્ય જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો 22 કેરેટ સોનાનો આજનો ભાવ તમારા માટે ખાસ મહત્વનો છે.

GOLD-SILVER1

મોટા શહેરોમાં સોનાના ભાવ ક્યાં પહોંચ્યા?

દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,49,540 રૂપિયા છે. મુંબઈમાં પણ 24 કેરેટ સોનું 1,63,130 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,49,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.બેંગલુરુમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,540 રૂપિયા છે. ચેન્નાઈમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.અમદાવાદની વાત કરીએ તો અહીં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,63,030 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,49,445 રૂપિયા છે. નોઈડામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વાયદા બજારમાં સોનાનો ભાવ કેવો રહ્યો?

અહેવાલ મુજબ નબળી હાજર માંગ વચ્ચે ગુરુવારે વાયદા બજારમાં સોનાની કિંમત લગભગ સ્થિર રહી હતી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ઓક્ટોબર મહિનામાં ડિલિવરીવાળા સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 13 રૂપિયા એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે 1,59,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં કુલ 9,291 લોટનો વેપાર થયો હતો.સત્રની શરૂઆતમાં સોનાના વાયદાનો ભાવ અગાઉના બંધ ભાવ 1,59,663 રૂપિયાથી 2,971 રૂપિયા ઘટીને 1,56,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. બજાર વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે હાજર બજારમાં નબળા વલણની અસર વાયદાના ભાવ પર પણ જોવા મળી હતી. જોકે વૈશ્વિક બજારમાં ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.23 ટકાના વધારા સાથે 4,601.64 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર શેર બજાર ખુલ્લું કે બંધ? જાણો BSE-NSE અને MCXનું અપડેટ

આજે ચાંદીનો ભાવ કેટલો છે?

રક્ષાબંધનના પાવન અવસર પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 28 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સરાફા બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 2.60 લાખથી 2.65 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના દાયરામાં છે. Goodreturnsના અહેવાલ મુજબ આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 259.90 રૂપિયા છે જ્યારે ગઈકાલે 1 ગ્રામ ચાંદીનો ભાવ 260 રૂપિયા હતો.આ પ્રમાણે આજે 10 ગ્રામ ચાંદીની કિંમત 2,599 રૂપિયા છે. જ્યારે 100 ગ્રામ ચાંદીની કિંમત 25,990 રૂપિયા અને 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 2,59,900 રૂપિયા છે. એટલે કે ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. રક્ષાબંધન પર બહેનને ચાંદીના દાગીના, ચાંદીનો સિક્કો અથવા અન્ય ચાંદીની વસ્તુ ગિફ્ટ કરવા માંગતા લોકો માટે આજનો ભાવ મહત્વનો છે.

તહેવારો પહેલાં સોનું-ચાંદી ખરીદવાની તક?

રક્ષાબંધન બાદ દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની જ્વેલરીની માંગમાં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં હાલ સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળવો ખરીદદારો માટે રાહતરૂપ બની શકે છે. જો તમે આજે શોરૂમમાંથી સોનું કે ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો માત્ર બજાર ભાવ જોઈને ખરીદી ન કરવી જોઈએ.

જ્વેલરી ખરીદતી વખતે સોનાની શુદ્ધતા, મેકિંગ ચાર્જ, GST અને અન્ય લાગતા ચાર્જ પણ તપાસવા જરૂરી છે. અલગ અલગ જ્વેલર પાસે અંતિમ કિંમતમાં તફાવત હોઈ શકે છે. તેથી ખરીદી કરતા પહેલાં આજનો ભાવ અને તમામ ચાર્જની સંપૂર્ણ માહિતી મેળવીને જ પેમેન્ટ કરવું યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Today Raksha Bandhan 2026 Gold Price Today

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ