ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રક્ષાબંધને રાખડી બાંધવા ઘરેથી નીકળતા પહેલા એલર્ટ, આવી શકે છે વરસાદ!

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / રક્ષાબંધને રાખડી બાંધવા ઘરેથી નીકળતા પહેલા એલર્ટ, આવી શકે છે વરસાદ!

Last Updated: 08:25 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે.રાખડી બાંધવા માટે બહેનો ભાઈના ઘરે જવા નીકળે તે પહેલાં આજના હવામાનની સ્થિતિ જાણી લેવી જરૂરી છે. રાજ્યના 30થી વધુ જિલ્લાઓમાં આજે ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

1/6

photoStories-logo

1. રક્ષાબંધન પર કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ?

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો માહોલ હજુ યથાવત રહેશે. ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ બનેલી લો-પ્રેશર સિસ્ટમ તેમજ ગુજરાત નજીક સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.આગામી દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પણ સંભાવના છે. ત્યારે રક્ષાબંધનના દિવસે મુસાફરી કરનારાઓએ ખાસ સાવચેતી રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની વધુ શક્યતા

રક્ષાબંધનના દિવસે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.વડોદરા અને ભરૂચમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.આથી બહેનો રાખડી બાંધવા માટે ઘરેથી નીકળે ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખે તે જરૂરી છે.ખાસ કરીને ગાજવીજ થાય ત્યારે ખુલ્લા વિસ્તારોમાં વધુ સમય ન રોકાવાની સલાહ માનવી હિતાવહ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં

ઉત્તર ગુજરાતમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.જોકે દરેક વિસ્તારમાં એકસરખો વરસાદ પડે તે જરૂરી નથી.કેટલાક સ્થળોએ માત્ર વરસાદી ઝાપટાં પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોને પણ આજે વરસાદથી રાહત મળી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેટલાક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે.મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.આ ઉપરાંત દીવમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.રક્ષાબંધન નિમિત્તે મુસાફરી કરનારાઓએ રસ્તામાં વરસાદી સ્થિતિ સર્જાય તો વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગુજરાતમાં ચોમાસુ માહોલ કેમ યથાવત રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ સક્રિય લો-પ્રેશર સિસ્ટમ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે. આ સિસ્ટમ નૈઋત્ય તરફ ઝુકેલી છે.આ સાથે અમૃતસર અને ચંદીગઢથી ઉત્તર બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ લાઇન સક્રિય છે. ગુજરાત પર લગભગ 3.1 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે.આ બંને હવામાન પ્રણાલીઓ ભેજવાળા વાદળોને ગુજરાત તરફ ખેંચવામાં મદદ કરી રહી છે.તેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ ચોમાસાની અસર જોવા મળતી રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવું રહ્યું વાતાવરણ?

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું હતું.રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશામાંથી સતત પવનો ફૂંકાઈ રહ્યા છે.આ ભેજવાળા પવનોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.આજે રક્ષાબંધન હોવાથી રાખડી બાંધવા બહાર નીકળનારાઓએ પોતાના વિસ્તારના હવામાન પર નજર રાખીને જ મુસાફરી કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast Gujarat Weather Update Rain Alert Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ