ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વીજળી કડાકા-ભડાકા, 70ની સ્પીડે તોફાન, રક્ષાબંધનના દિવસે આ રાજ્યોમાં મેઘો ભુક્કાં બોલાવશે
6 ફોટો ગેલેરી
Last Updated: 12:27 AM, 28 August 2026
1/6
સમગ્ર દેશમાં હાલ ચોમાસાનો પાવરફુલ સ્પેલ ચાલી રહ્યો છે, જેના પરિણામે ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, ભારે આંધી-વાવાઝોડું અને મુસળધાર વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
2/6
પૂર્વ ભારતમાં મોસમ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવાની અને ભયાનક વાવાઝોડું આવવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ગંગા કિનારાના પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં તીવ્ર પવન સાથે વરસાદની શક્યતા છે. બિહારમાં મધ્યમથી લઈને અત્યંત તીવ્ર વીજળી પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ADVERTISEMENT
3/6
ઉત્તર ભારતની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લડાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આકાશી આફત જેવા મુસળધાર વરસાદનું એલર્ટ છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ (ભૂસ્ખલન) નું જોખમ પણ વધી ગયું છે. બીજી તરફ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વીજળીના કડાકા અને ભારે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
4/6
ADVERTISEMENT
5/6
6/6
દક્ષિણ ભારત તરફ નજર કરીએ તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, કડાઇકલ, કેરળ અને માહેમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને તમિલનાડુ અને આંતરિક કર્ણાટકમાં ભારે પવન સાથે વીજળી પડવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ