ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / હજુ 288 ભારતીયો લાપતા, 200 ફસાયેલા, MEAએ કહ્યું, ''હાલમાં સંપર્ક...''

Nepal News / હજુ 288 ભારતીયો લાપતા, 200 ફસાયેલા, MEAએ કહ્યું, ''હાલમાં સંપર્ક...''

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:40 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Flood News: નેપાળ-ચીન સરહદ પર અચાનક આવેલા પૂર બાદ હાલમાં 288 ભારતીયોનો સંપર્ક નથી થઇ રહ્યો. 200 ભારતીયો તિબેટમાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે.

ADVERTISEMENT

Nepal Flood News: નેપાળ-ચીન સરહદ પર અચાનક આવેલા પૂર બાદ હાલમાં 288 ભારતીયોનો સંપર્ક નથી થઇ રહ્યો. 200 ભારતીયો તિબેટમાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે.

વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં અચાનક પૂર આવ્યા બાદ ભારતીય નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતી પરિસ્થિતિ અંગે માહિતી પૂરી પાડી. તેમણે જણાવ્યું હતું કે સરકાર અસરગ્રસ્તોને શોધવા માટે નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "આ બ્રીફિંગ તમને ભારતીય નાગરિકો અંગેના નવીનતમ વિકાસ અને નેપાળમાં દુર્ઘટના પછી અમે જે રાહત પ્રયાસો કરી રહ્યા છીએ તેના વિશે અપડેટ કરવા માટે છે. જેમ તમે જોયું હશે, આપણા વડા પ્રધાને ગઈકાલે નેપાળના વડા પ્રધાન સાથે વાત કરી હતી, તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી, કહ્યું હતું કે ભારત નેપાળના લોકો સાથે એકજુટતાથી ઉભું છે, અને શક્ય તમામ માનવતાવાદી સહાયની ઓફર કરી હતી."

Nepal Flood (7)

MEA અનુસાર ભારતીય નાગરિક બોર્ડરથી ચીન બાજુમાં 200 ભારતીય નાગરિકો ફસાયેલા છે, જ્યારે 288 ભારતીય નાગરિકોનો હાલમાં કોઇ સંપર્ક નથી થઇ રહ્યો મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.

ઈશા ફાઉન્ડેશન ગૃપ સાથે કોઈ સંપર્ક નથી

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈશા ફાઉન્ડેશન ગૃપ હજુ સુધી ગુમ થયેલા લોકોમાં સામેલ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે બચાવ અને રાહત કામગીરી પર નેપાળી અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે, અને નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો મોકલવામાં આવ્યો છે.

રણધીર જયસ્વાલે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે હજુ સુધી ગુમ થયેલા 288 ભારતીય નાગરિકોમાં ત્રિશુલી 1 પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 73 લોકોનો સમાવેશ થાય છે; તમિલનાડુના 37 અને 49 ભારતીય નાગરિકોના બે અલગ અલગ ગૃપ જેઓ સમ્રાટ અને ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા અમરનાથ યાત્રા પર ગયા હતા.

21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના 32 ભારતીય નાગરિકોનું એક ગૃપ જેઓ ટ્રાવેલ્સની મદદથી રાસુવા જિલ્લામાં ગયા હતા; અને વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકોનું એક જૂથ જે રિચા ટુર્સ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા; કેરળના 33 ભારતીય નાગરિકોના એક ગૃપનો પણ હજુ સુધી સંપર્ક નથી થઇ શક્યો. બચાવ અને રાહત પ્રયાસો અંગે જયસ્વાલે જણાવ્યું હતું કે 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, અને ઉમેર્યું હતું કે તિબેટમાં લગભગ 200 ભારતીયોએ મદદ માંગી છે.

દરમિયાન નેપાળમાં બુધવારે આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 270 થયો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે અધિકારીઓ હજારો ગુમ થયેલા લોકોની જેવી શોધમાં રોકાયેલા છે. તાજેતરના વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ખરાબ આફતોમાંની એક છે.

નેપાળ પોલીસે જણાવ્યું હતું કે બુધવારે આવેલા અચાનક પૂરે નેપાળના ત્રણ જિલ્લાઓમાં વિનાશ મચાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ભોટેકોશી નદીમાં અચાનક પૂર પછી 93 વધુ મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી મૃત્યુઆંક વધીને 270 થયો છે.

નેપાળ પૂરમાં 270 લોકોના મોત

નેપાળ પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં મળી આવેલા મૃતદેહોમાં ચિતવાનના 108, નવલપરાસી પૂર્વના 62, ધાડિંગના 27, ગોરખાના 20, રાસુવાના 17, નવલપરાસી પશ્ચિમના 15, નુવાકોટના 12 અને તાનાહુનના નવ લોકોનો સમાવેશ થાય છે. કાફલેએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘાયલો સહિત 800 થી વધુ ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ આફત / કૈલાશ માનસરોવરની યાત્રા માટે જરૂરી ચીનના વિઝા લેવા ગયા, નેપાળ પૂરમાં આણંદનું કપલ ગુમ

ભૂસ્ખલનના કારણે ભોટેકોશી નદીની ઉપનદી લહેન્ડે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. પૂરના પાણી પહેલા ચીનની સરહદ નજીક રસુવાગઢી સ્થિત તિમુરે પહોંચ્યા હતા. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનાલે ગુરુવારે જણાવ્યું હતું કે અચાનક પૂરમાં ગુમ થયેલા હજારો લોકોમાં લગભગ 300 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ખાનાલે એ પણ પુષ્ટિ કરી હતી કે રાસુવા વિસ્તારમાં આ દુર્ઘટનામાં 160 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો હજુ પણ ગુમ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Nepal News Nepal China Border

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ