ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:07 PM, 24 August 2026
ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાવાના છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પોલીસને નવા 500 ‘જનરક્ષક’ વાહનોની ભેટ આપશે. આ સાથે હવે રાજ્યમાં 24 કલાક 1000 જનરક્ષક વાહનો ઈમરજન્સી સેવાઓ માટે ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
કઈ કઈ છે ઈમરજન્સી સેવાઓ?
ડાયલ 112 અંતર્ગત પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન સામેલ કરાયું છે.
ADVERTISEMENT
11.04 લાખ ઈમરજન્સી સેવાઓ પૂરી પડાઈ
ગુજરાતમાં અત્યાર સુધી 11.04 લાખ ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવી છે અને નવા વાહનો સાથે પોલીસ વધારે સારી રીતે સેવા આપી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.