ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કેરળની કઝિયાએ જીત્યો Miss Universe India 2026નો તાજ, વિશ્વ સુંદરીઓની રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

photo-story

7 ફોટો ગેલેરી

મિસ યૂનિવર્સ ઈન્ડિયા 2026 / કેરળની કઝિયાએ જીત્યો Miss Universe India 2026નો તાજ, વિશ્વ સુંદરીઓની રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Last Updated: 09:13 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Miss Universe India 2026 Winner:'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો તાજ કેરળની કેઝિયા લિઝ મેજોના માથા પર સજ્યો છે. તેણે પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી સૌને પ્રભાવિત કર્યા અને આખરે આ ખિતાબ જીતી લીધો. હવે કેઝિયા લિઝ મેજો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

1/7

photoStories-logo

1. કેરળની કેઝિયા લિઝ મેજોએ 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ જીત્યો

કેરળની કેઝિયા લિઝ મેજોએ 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ જીત્યો છે. દેશની અગ્રણી સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક એવી આ સ્પર્ધાની ભવ્ય ફાઈનલ 23 ઓગસ્ટે જયપુરના 'પિંક સિટી'માં યોજાઈ હતી. આ સ્પર્ધા દરમિયાન દેશભરમાંથી આવેલી સ્પર્ધકોએ પોતાની પ્રતિભા, સૌંદર્ય અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. કેઝિયાએ પોતાની બુદ્ધિમત્તા, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા નિર્ણાયકોનું દિલ જીતી લીધું અને અંતે પ્રતિષ્ઠિત 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ પોતાને નામે કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પહેલા અને બીજા નંબર પર કોણ?

આ સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ પ્રથમ રનર-અપ રહી હતી, જ્યારે ગુજરાતની અનુશ્રી સતાવાલેકર બીજી રનર-અપ બની હતી. 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ જીત્યા બાદ, કેઝિયા લિઝ મેજો હવે વિશ્વની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા 'મિસ યુનિવર્સ'માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સ્પર્ધામાં ક્યા ગુણોના આધારે લેવાય છે નિર્ણય?

આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓએ વિવિધ રાઉન્ડ્સ દ્વારા તેમની પ્રતિભા, આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને ભારતીય સંસ્કૃતિની સમજનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધા માત્ર ફેશન અને સુંદરતા પર જ નહીં, પરંતુ સ્પર્ધકોની માનસિકતા, નેતૃત્વના ગુણો અને આત્મવિશ્વાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જયપુર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ

જયપુરમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજસ્થાની સંસ્કૃતિ અને આધુનિક ભારતનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ફેશન અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ તેમજ નિર્ણાયકો અને ફેશન નિષ્ણાતોની ઉપસ્થિતિએ આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. જીત બાદ શું બોલી કેઝિયા લિજ મેજો?

'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ જીતનાર કેઝિયા લિઝ મેજોએ કહ્યું: "આ ખિતાબ મારા માટે માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ એક મહત્વપૂર્ણ જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવ અને સન્માનની વાત છે. આ તક દ્વારા હું ભારતની વિવિધતા, સંસ્કૃતિ, પ્રતિભા અને નવી પેઢીની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરીશ."

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભારતનું ગૌરવ વધારવા માટે સજ્જ કેઝિયા

'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો તાજ જીત્યા બાદ, કેઝિયા લિઝ મેજો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધારવા માટે સજ્જ છે. લાખો દેશવાસીઓની આશાઓ અને શુભેચ્છાઓ સાથે, તે 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં વિશ્વ સમક્ષ ભારતનું સૌંદર્ય, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસ રજૂ કરશે. તેણે આશા વ્યક્ત કરી છે કે આ વખતે 'મિસ યુનિવર્સ'નો તાજ ચોક્કસપણે ભારત આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ હસ્તીઓ રહી હતી હાજર

આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, બે વખત મિસ યુનિવર્સ ઈન્ડિયા બનેલી ઉર્વશી રૌતેલા અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સની 'ફર્સ્ટ રનર-અપ' સેલિના જેટલી જેવી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત, મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 (રિયા સિંઘા) અને 2025 (માનિકા વિશ્વકર્મા) પણ આ વિશેષ પ્રસંગે હાજર હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

miss universe india 2026 kaziah liz mejo kerala girl Winner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ