બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / એક્ટિવ થઈ ગઈ સૂર્ય બુધની જબરદસ્ત યુતિ, 7 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓ પર પૈસાનો થશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / એક્ટિવ થઈ ગઈ સૂર્ય બુધની જબરદસ્ત યુતિ, 7 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓ પર પૈસાનો થશે વરસાદ

Last Updated: 08:12 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Budhaditya Rajyog 2026: સૂર્ય અને બુધના ભવ્ય સંયોગને કારણે 22 ઓગસ્ટના રોજ એક શક્તિશાળી 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થઇ ગયુ છે. આ રાજયોગના પ્રભાવ હેઠળ, વિવિધ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થવાની અને કાર્યસ્થળ પર માન-સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે.

1/5

photoStories-logo

1. બુધાદિત્ય રાજયોગનું નિર્માણ

શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ, બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ્યો, જ્યાં ગ્રહોના રાજા સૂર્ય પહેલેથી જ પોતાની રાશિમાં બિરાજમાન છે. એક જ રાશિમાં સૂર્ય અને બુધના આ ભવ્ય સંયોગથી અત્યંત શક્તિશાળી 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થયું છે. જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોના રાજા સૂર્ય અને બુદ્ધિ તથા વેપારના કારક ગ્રહ બુધની યુતિ અત્યંત શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આર્થિક લાભ આપશે આ રાજયોગ

આ રાજયોગ 7 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં સક્રિય રહેશે. તેની અસરથી કારકિર્દીમાં પ્રગતિ, માન-સન્માનમાં વૃદ્ધિ અને અચાનક આર્થિક લાભની શક્યતાઓ સર્જાય છે. ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓનું ભાગ્ય આ રાજયોગને કારણે સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ રાશિ

આ શુભ યોગ તમારી રાશિના પાંચમા ભાવમાં (શિક્ષણ, બુદ્ધિ અને સંતાનનું સ્થાન) રચાવવા જઈ રહ્યો છે. તમને શેરબજાર, સટ્ટાકીય પ્રવૃત્તિઓ અથવા અગાઉના રોકાણોમાંથી નોંધપાત્ર આર્થિક લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે અને નોકરી કરતા લોકોના પ્રમોશન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ રાશિ

આ રાજયોગ તમારી પોતાની રાશિમાં (પ્રથમ ભાવમાં) રચાઈ રહ્યો છે, જેનાથી તમને તેનો મહત્તમ અને સૌથી સીધો લાભ મળશે. સમાજ અને કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધશે. તમારી વાતો અને નિર્ણયોની પ્રશંસા થશે. સરકારી ક્ષેત્ર અથવા ઉચ્ચ અધિકારીઓના સહયોગથી મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. વેપારમાં નવી ડીલ્સથી સારો એવો નફો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ 'રાજયોગ' કુંડળીના અગિયારમા ભાવમાં એટલે કે આવક અને લાભના સ્થાનમાં રચાશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓને અચાનક વેગ મળશે અને બિઝનેસને લઇ પ્રવાસ ખૂબ જ લાભદાયી સાબિત થશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

budhaditya rajyog 2026 lucky zodiac signs surya budh yuti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ