બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'માલિશ કરાવતા, પરાણે સિગારેટ ઠૂંસતા', ભાવનગરની હોસ્ટેલમાં 9માં ધોરણના વિદ્યાર્થી સાથે રેગિંગ

અયોગ્ય / 'માલિશ કરાવતા, પરાણે સિગારેટ ઠૂંસતા', ભાવનગરની હોસ્ટેલમાં 9માં ધોરણના વિદ્યાર્થી સાથે રેગિંગ

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 08:09 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત બાદ હવે ભાવનગરમાં રેગિંગનો બનાવ સામે આવ્યો છે. આ વખતે ભોગ બનનાર 9માં ધોરણનો વિદ્યાર્થી છે.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલ રેગિંગનો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે ધો 12ના વિધાર્થીઓ દ્વારા ધો-9 વિધાર્થીનું રેગિંગ કરાયું હતું જેમાં સિનિયરો દ્વારા માલિશ કરાવવી અને હોસ્ટેલના નાના-મોટા કામ સામેલ હતા. તે ઉપરાંત જો કામ ન કરે તો માર પણ મારવામાં આવતો હતો. સિગારેટ પણ પીવડાવતા હતા.

સંચાલકોએ પગલાં ન લીધા, પિતાએ નોંધાવી ફરિયાદ

પિતાએ પિતા હોસ્ટેલના સંચાલકોને જાણ કરી હતી તેમ છતાં પણ સંચાલકોએ કોઈ પગલાં ન ભરતાં વાલીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સતત પરેશાનીને કારણે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ કથળી હોવાનો પણ વાલી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.

વધુ વાંચો : રાજકોટના મેટોડા GIDCમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, શખ્સે ઝાડી ઝાંખરામાં લઈ જઈને કર્યું કુકર્મ

સુરતમાં પણ રેગિંગને કારણે ડોક્ટરે કર્યો હતો આપઘાત

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ 2026 માં રેસિડેન્ટ ડોક્ટર ડૉ. હર્ષ પંડ્યાએ રેગિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં રેગિંગના પુરાવા મળતા સિનિયર તબીબો સામે ગુના નોંધાયા છે અને HOD ડૉ. સુમૈયા મુલ્લા સહિતના જવાબદાર અધિકારીઓ સામે કડક સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhavnagar news Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ