બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની હોટલમાં બે નહીં ત્રણ ગે યુવકો હતા, એકે લીધી હતી વાયગ્રા, ત્રીજાને ફોન કરીને બોલાવાયો

ખુલાસો / વડોદરાની હોટલમાં બે નહીં ત્રણ ગે યુવકો હતા, એકે લીધી હતી વાયગ્રા, ત્રીજાને ફોન કરીને બોલાવાયો

Published By: Hiralal Parmar

Last Updated: 11:06 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની હોટલમાં ગે યુવકના મોત મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે.

વડોદરાની 'હોટેલ વિન્ટેજ ઈન'માં પરિણીત ગે યુવકના મોત બાદ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે રૂમમાં બે નહીં પરંતુ ત્રણ સમલૈંગિક યુવકો હાજર હતા.

બીજા યુવકે વાયગ્રા લીધી

બન્ને યુવકો જ્યારે રુમમાં હતા ત્યારે મૃતકે ત્રીજા યુવકને પણ મેસેજ કરીને બોલાવ્યો હતો. બીજા યુવકે વાયગ્રા લીધી હોવાનું પણ ખુલ્યું છે. પોલીસને આશંકા છે તેઓ સંબંધ બાંધવાના ઈરાદાથી હોટલમાં આવ્યાં હતા પરંતુ એકનું મોત થતાં મામલો બગડ્યો હતો.

રાત્રે 3 વાગ્યે હોટેલમાં રૂમ નંબર 304 બુક કરાવ્યો

પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા યુવક ભાયલી ગામના રહેવાસી યુવકને ગે સંબંધો હતા અને તેઓ વોટ્સએપના માધ્મયથી એકબીજાના સંપર્કમાં હતા. એટલે બંનેએ હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું અને ત્યારે મોડી રાત્રે 3 વાગ્યે બંને યુવક દાંડિયાબજારની 'હોટેલ વિન્ટેજ ઈન'માં પહોંચ્યા હતા. જ્યાં રૂમ નંબર 304 બુક કરાવ્યો હતો. રૂમમાં ઠોકરથી યુવક નીચે પડ્યા બાદ માથામાં ઈજા થઈ અને સવારે મોત થયું હતું.

પાર્ટનરે બૂમાબમ કરી મૂકતા હોટલ સ્ટાફ દોડ્યો

સવારે 7 વાગ્યે મહેશે બૂમાબૂમ કરતા કરતા રિસેપ્શન પર આવ્યો હતો અને કહ્યું હતું કે 108 બોલાવો, યુનુસને કંઈક થઈ ગયું છે. જેને પગલે હોટલનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જો કે 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ દરમિયાન યુનુસ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા અને મૃતદહેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં મોકલ્યો હતો.

વધુ વાંચો : વિદ્યાર્થીઓ આનંદો! ઘેર બેઠા જ મળી જશે પાઠ્યપુસ્તકો, ડિલિવરી ચાર્જ પણ નહીં, છાપેલી કિંમતે મળશે

હોટલમાં રોકાયેલા યુવાનો ગે હતા

હોટેલમાં રોકાયેલા 3 યુવાન ગે હોવાનું ACP અશોક રાઠવાનું કહેવું છે. મૃતકની સાથે રહેલા મહેશના શરીર પર કોઈ ઝપાઝપી કે ઈજાના નિશાન મળ્યા નથી, છતાં પોલીસ સત્ય જાણવા તેની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે. મૃતકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે ચકાસવા બ્લડ સેમ્પલ પણ લેવાયા છે. હાલમાં રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara Crime Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ