બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કેબિનેટે 9,450 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી, હવે આ 5 Railway Stocks પર રહેશે બજારની નજર

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / કેબિનેટે 9,450 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી, હવે આ 5 Railway Stocks પર રહેશે બજારની નજર

Last Updated: 10:17 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્રએ 9,450 કરોડના ચાર મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેથી હાવડા-ચેન્નાઈ અને કટક-પારાદીપ કોરિડોર પર 410 કિમી નવી લાઈન ઉમેરાશે.

1/8

photoStories-logo

1. મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ

કેન્દ્ર સરકારે રેલવેના ચાર મોટા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આના પર લગભગ 9,450 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના આઠ જિલ્લાઓમાં હાથ ધરાશે. તેના પરિણામે ભારતીય રેલવે નેટવર્કમાં આશરે 410 કિલોમીટર નવી લાઈન ઉમેરાશે. સરકારનું લક્ષ્ય આ કામોને 2030-31 સુધીમાં પૂરૂ કરવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. હાવડા-ચેન્નાઈ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ચારમાંથી ત્રણ પ્રોજેક્ટ્સ હાવડા-ચેન્નાઈ મુખ્ય રેલ કોરિડોર પર આવે છે, જ્યારે ચોથો કટક-પારાદીપ સેક્શન સાથે જોડાયેલો છે. કામમાં Howrah-Chennai રૂટ પર ચાર લાઈન બનાવવાનું અને કટક-પારાદીપ રૂટ પર ત્રીજી તથા ચોથી લાઈન નાખવાનું સામેલ છે. વૈષ્ણવના જણાવ્યા અનુસાર હાવડા-ચેન્નાઈ દેશના સાત સૌથી મહત્વના રેલ કોરિડોરમાંથી એક છે. અહીં વધારાના ટ્રેક થવાથી વધુ ટ્રેનો ચાલી શકશે, માલ ઢોરવાનું કાર્ય ઝડપી બનશે અને મેન્ટેનન્સ દરમિયાન પણ ટ્રાફિક ઓછું અસરગ્રસ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કયા શેર્સ પર નજર રહેશે?

આ પ્રોજેક્ટ્સના ટેન્ડર હજુ જારી થવાના બાકી છે તેથી હાલમાં કઈ કંપનીઓને ઓર્ડર મળશે તે સ્પષ્ટ નથી. પરંતુ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરતી કેટલીક મજબૂત કંપનીઓ પર રોકાણકારોએ નજર રાખવી જોઈએ. તેમના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખતાં ઓર્ડર મળવાની સંભાવના વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. RVNL

સરકારી કંપની Rail Vikas Nigam Limited (RVNL) આવા પ્રોજેક્ટ્સમાં સૌથી મજબૂત દાવેદારોમાંની એક છે. તે રેલવે લાઈન નાખવા, ડબલિંગ, થર્ડ અને ફોર્થ લાઈન, ઇલેક્ટ્રિફિકેશન તથા મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને રેલવેથી સતત મોટા ઓર્ડર મળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. RITES

RITESનું કામ અલગ છે. તે પોતે ટ્રેક નથી નાખતી પરંતુ રેલવે પ્રોજેક્ટ્સની કન્સલ્ટન્સી, ડિઝાઇન, સર્વે અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંભાળે છે. મોટા રેલ પ્રોજેક્ટમાં ઇજનેરી અને સુપરવિઝનનું કામ વધે તો RITESને ફાયદો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. Texmaco Rail & Engineering

પ્રાઇવેટ સેક્ટરની Texmaco Rail & Engineering રેલવે ટ્રેક સંબંધિત ઇક્વિપમેન્ટ, વેગન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડક્ટ્સ બનાવે છે. જ્યારે નવી લાઈનો નાખાય અને નેટવર્કનું વિસ્તરણ થાય ત્યારે આવા સાધનોની માંગ પણ વધે છે. તેથી કંપની પર રોકાણકારોની નજર રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. Jupiter Wagons

Jupiter Wagons મુખ્યત્વે માલગાડીઓના વેગન બનાવે છે. હાવડા-ચેન્નાઈ અને પારાદીપ જેવા કોરિડોર માલ ઢોરવાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. જો આ રૂટ્સની ક્ષમતા વધે તો લાંબા ગાળે નવા વેગનની માંગ વધવાનો ફાયદો આ કંપનીને પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. Howrah-Chennai કોરિડોર શા માટે મહત્વનો?

હાવડા-ચેન્નાઈ ભારતના સૌથી વ્યસ્ત રેલ માર્ગોમાં ગણાય છે. આ રૂટ પર રોજ મોટી સંખ્યામાં યાત્રી ટ્રેનો અને માલગાડીઓ ચાલે છે. ચાર લાઈન થવાથી ટ્રેનોની આવ-જા સરળ બનશે, માલ ઢોરવાની ગતિ વધશે અને ટ્રેકની મરામત દરમિયાન પરિચાલન પર અસર પણ ઓછી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

multi-tracking Cuttack-Paradip Howrah-Chennai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ