બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગેસ પુરાવતી વખતે એલર્ટ! CNG પંપ પર બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 3 ગંભીર રીતે દાઝ્યાં

ટ્રેજિક / ગેસ પુરાવતી વખતે એલર્ટ! CNG પંપ પર બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 3 ગંભીર રીતે દાઝ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 09:17 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએનજી પંપ પર બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત થયા હતા તથા ઘણા ઘાયલ થયા હતા. વાહનચાલકોએ હવે ચેતી જવાની જરુર છે.

CNG ચલાવતા વાહનોએ ચેતી જવાની જરુર છે. સીએનજી પુરાવતી વખતે વિસ્ફોટ થઈ શકે છે. આવો એક કિસ્સો બન્યો છે. દિલ્હીની બહારના ટિકરી કલાનમાં એક સીએનજી પંપ પર એક મોટો અકસ્માત થયો. ટિકરી કલાન મેટ્રો સ્ટેશન નજીક આવેલા સીએનજી પંપ પર એક ટ્રકનો સીએનજી સિલિન્ડર ફાટ્યો, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પંપના કર્મચારીઓ હતા તેઓ જ્યારે ટેન્કમાં ગેસ પુરી રહ્યાં હતા ત્યારે તે ફાટી હતી.

ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યાં

આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મનીષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. બીજા મૃતકની ઓળખ સની તરીકે થઈ છે.

અકસ્માતની માહિતી મળતાં, પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો હાલમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે.

છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

ઘટના બાદ, ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ડીએફએસને બપોરે 3.37 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી, જેના પગલે છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચો : PM આવાસમાં ભાડે રહેતા લોકો ચેતી જજો! અમદાવાદ મનપાએ લીધો આ મોટો નિર્ણય

વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલી રહી છે. ફાયર સર્વિસના કર્મચારીઓએ ઘટનાસ્થળે જરૂરી સાવચેતી રાખી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની ખાતરી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news CNG blast CNG pump blast

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ