બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફિલ્મ ' મહાકાલી' માં શુક્રચાર્યના રોલમાં જોવા મળશે અક્ષય ખન્ના, 24 ઓગષ્ટે સામે આવી શકે છે પહેલી ઝલક

મનોરંજન / ફિલ્મ ' મહાકાલી' માં શુક્રચાર્યના રોલમાં જોવા મળશે અક્ષય ખન્ના, 24 ઓગષ્ટે સામે આવી શકે છે પહેલી ઝલક

Published By: Bijal Vyas

Last Updated: 05:09 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'મહાકાલી'ની પ્રથમ ઝલક 24 ઓગસ્ટે રિલીઝ થઈ શકે છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પરની તાજેતરની એક પોસ્ટમાં આ અંગે સંકેત આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના 'શુક્રાચાર્ય'ની ભૂમિકામાં જોવા મળશે.

'ધુરંધર' બાદ અક્ષય ખન્નાની આગામી ફિલ્મ 'મહાકાલી'ને લઈને ચાહકો ઉત્સાહિત છે. દરમિયાન, મેકર્સે હિંટ આપી છે કે ફિલ્મની પહેલી ઝલક 24 ઓગસ્ટે જાહેર થઈ શકે છે.

સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર આરકેડી પોસ્ટ કર્યું: "24 ઓગસ્ટ - ધ એન્ડ બિગિન્સ."

એવી અપેક્ષા છે કે 24 ઓગસ્ટના રોજ 'મહાકાલી'માં અક્ષય ખન્નાના શુક્રાચાર્ય તરીકેના આકર્ષક અવતારનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસ્તુતિમાં માત્ર અભિનેતાના જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જ નહીં, પરંતુ પ્રશાંત વર્માની ફિલ્મ નિર્માણ શૈલીની વિશેષતા બની ગયેલા ભવ્ય સ્તર અને ઝીણવટભરી દ્રશ્ય-વિગતોને પણ રજૂ કરવામાં આવશે તેવી ધારણા છે.

આ પોસ્ટ બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે.

અક્ષય ખન્નાએ 'ધુરંધર'માં રહેમાન ડકૈતની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મનાં પ્રથમ ભાગમાં પોતાની અભિનય ક્ષમતાને કારણે નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મ તેના માટે એક શાનદાર વાપસી પણ સાબિત થઈ હતી. ત્યાર બાદ હવે પ્રેક્ષકોમાં અક્ષય ખન્નાની દરેક ફિલ્મ વિશે ઉત્સુકતા જોવા મળે છે.

અક્ષય ખન્ના તાજેતરમાં નેટફ્લિક્સની ફિલ્મ 'ઈક્કા'માં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સની દેઓલે પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત, અક્ષય ખન્ના શુક્રાચાર્યની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ તેમનો 'ફર્સ્ટ લુક' પહેલેથી જ જાહેર કરી દીધો છે અને અહેવાલો સૂચવે છે કે ફિલ્મનું ટીઝર અથવા કોઈ વીડિયો 24 ઓગસ્ટે રિલીઝ થઈ શકે છે.

film Mahakali

નોંધનીય છે કે, 'મહાકાળી' એ સાઉથની એક પેન-ઇન્ડિયા ફિલ્મ છે. તેલુગુમાં નિર્મિત આ ફિલ્મ હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મ ફિલ્મમેકર પ્રશાંત વર્મા દ્વારા બનાવવામાં આવી રહી છે અને તે તેમના 'પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ' (PVCU)નો એક ભાગ છે. આ યુનિવર્સની શરૂઆત બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ 'હનુ-મેન' સાથે કરવામાં આવી હતી. 'હનુ-મેન' બાદથી જ પ્રેક્ષકો એ જાણવા માટે ઉત્સુક છે કે પ્રશાંત વર્મા તેમના સિનેમેટિક યુનિવર્સમાં આગળ શું લઈને આવશે. તેનું નિર્માણ અગ્રણી બોલિવૂડ પ્રોડક્શન હાઉસ RKD Studios દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા બની માતા સીતા, ફિલ્મનું ટીઝર આવતા જ યુઝર્સ ભડક્યાં

કલાકારોની વાત કરીએ તો, અક્ષય ખન્ના, રોહિત સરાફ અને ભૂમિ શેટ્ટી મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તેનું નિર્દેશન પૂજા અપર્ણા કોલ્લુરુ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

film mahakali prasanth varma akshay khanna As shukracharya

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ