બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં કપલે સગા ભાઈની 1 મહિનાની પુત્રીનો કર્યો સોદો, કિસ્સો જાણીને આઘાત પામી જશો

ક્રાઈમ / સાબરકાંઠામાં કપલે સગા ભાઈની 1 મહિનાની પુત્રીનો કર્યો સોદો, કિસ્સો જાણીને આઘાત પામી જશો

Published By: Hiralal Parmar

Last Updated: 05:46 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં એક આઘાતજનક ઘટના સામે આવી છે જેમાં એક દંપતિએ તેના ભાઈની નવજાત બાળકીને વેચી દેવાનો કારસો રચ્યો હતો.

હજુ તો બાળકીએ જન્મ લઈ આંખો પણ ખોલી નથી અને ત્યાં જ તેનો સોદો થઈ ગયો. થોડા પૈસાની લાલચમાં માતા-પિતા બનીને આવેલા કળિયુગી સંબંધીઓએ જ પોતાની જ 1 માસની માસુમ દીકરીનો સોદો કરી નાખ્યો. સાબરકાંઠાના હિંમતનગર-ઈડર હાઈવે પરથી બાળક તસ્કરીનું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારૂં ષડયંત્ર ઝડપાયું છે.

સાબરકાંઠા AHTU ટીમે રંગેહાથ ઝડપી પાડ્યાં

સાબરકાંઠાના હિંમતનગર-ઈડર હાઈવે પર રાજપુર ગામના પાટિયા પાસે એક સફેદ ઈકો ગાડીમાં માસુમ બાળકીનો સોદો કરવા જઈ રહેલા તસ્કરોને સાબરકાંઠા AHTU ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા. બાતમીના આધારે પોલીસે ગાડીને ઘેરીને તપાસ કરતા તેમાંથી માત્ર 1 માસની નવજાત બાળકી મળી આવી હતી. પૈસાની લાલચમાં બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના જ સગા નાના ભાઈની 1 માસની દીકરીને 1 લાખ 50 હજારમાં મુંબઈ વેચી દેવાનો કારસો રચ્યો હતો.

બાળકીના સોદા માટે દલાલોએ ભૂમિકા ભજવી

આ સમગ્ર કાળા કારોબારમાં મુખ્ય દલાલ તરીકે દેવીલાલ ગમાર અને સીતારામ પરમાર નામના ઈસમો ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે પ્રવિણ ડાંગી અને દિનેશ ડાંગી નામના શખ્સોએ આ દંપતીનો દલાલો સાથે સંપર્ક કરાવ્યો હતો. આ બાળકીને મુંબઈ ખાતે રહેતી કવિતા નામની મહિલાને સોંપવાની ડીલ થઈ ચૂકી હતી. પરંતુ તે પૂર્વે જ પોલીસે દરોડો પાડી દેવીલાલ ગમાર, પોપટ ગમાર, બબીબેન ગમાર, પ્રવિણ ધ્રાંગી અને દિનેશ ધ્રાંગી ની ધરપકડ કરી લીધી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવો સનસનાટીભર્યો ખુલાસો પણ થયો છે કે આ આરોપી ઓએ અગાઉ પણ ૧૨ જેટલા માસુમ બાળકોની તસ્કરી કરી ચૂક્યો છે.

વધુ વાંચો : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત સરકારે વિદેશી ભણતર લોનની આવક મર્યાદા વધારી

બાળકી હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ

તસ્કરોના ચંગૂલમાંથી મુક્ત કરાવાયેલી 1 માસની આ નવજાત બાળકીને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રાખવામાં આવી છે. જ્યાં ડોક્ટરોની સ્પેશિયલ ટીમ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બાળકીનું વજન સામાન્ય કરતાં ઓછું હોવાનું સામે આવતાં હાલ તેને ખાસ ફીડિંગ આપવામાં આવી રહ્યું છે અને પોલીસ જપ્તા વચ્ચે બાળકીની તંદુરસ્તી પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પોલીસે 4 મોબાઈલ અને ઈકો ગાડી મળી કુલ 2 લાખ 12 હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે પકડાયેલા 5 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે માસ્ટરમાઇન્ડ સીતારામ અને મુંબઈની કવિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ