ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત સરકારે વિદેશી ભણતર લોનની આવક મર્યાદા વધારી
Last Updated: 05:26 PM, 19 August 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની વિદેશ લોન માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે બહાર પાડ્યો આદેશ
19 ઓગસ્ટ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, હવે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા પાત્ર બનશે. અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે મહત્તમ આવક મર્યાદા 6 લાખ રૂપિયા હતી પરંતુ હવે તેમાં 4 લાખનો વધારો કરાયો છે.
ADVERTISEMENT
હાલના ઠરાવની તમામ જોગવાઈ યથાવત
આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે 'વિદેશ અભ્યાસ લોન યોજના' અંગેના અગાઉ બહાર પાડવામાં આવેલા પ્રવર્તમાન ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત જ રહેશે. આ નિર્ણયને નાણા વિભાગ અને સરકારની 3 ઓગસ્ટ 2026ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT