ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્રેયસ સ્કૂલ કેમ્પસ બહાર ત્રાટકેલા ચોરને આઈફોન નહીં, એન્ડ્રોઈડ ફોન જ પસંદ છે!
Last Updated: 03:22 PM, 8 October 2026
ADVERTISEMENT
એક ચોરે શ્રેયસ સ્કૂલના વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈ કાલે સવારે સ્કૂલ કેમ્પસની બહાર પાર્ક કરાયેલાં કેટલાંક સ્કૂટરનાં ગ્લોવ બોક્સ તોડી તેમાંથી મોબાઈલ ફોન ચોરી લેવાયા હતા. તપાસ કરતાં પોલીસ અધિકારીઓને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું છે કે ચોરે માત્ર એન્ડ્રોઈડ ફોન જ ચોર્યા હતા, જ્યારે આઈફોનને હાથ પણ લગાવ્યો નહોતો.
ADVERTISEMENT
સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનની મંજૂરી નહીં
સ્કૂલમાં વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર મોબાઈલ ફોન લાવવાની મંજૂરી નથી. તેથી અનેક વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ સ્કૂટરના ગ્લોવ બોક્સમાં મૂકીને જતા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ ક્લાસ પૂરો કરીને સવારના આશરે ૧૦ વાગ્યે પરત ફર્યા ત્યારે કેટલાંક સ્કૂટરનાં ગ્લોવ બોક્સ તૂટેલાં જોવા મળ્યાં હતાં અને તેમાં મૂકેલા મોબાઈલ ફોન ગાયબ હતા.વિદ્યાર્થીઓએ સ્કૂલ સત્તાવાળાઓનું ધ્યાન દોરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ટીમે સ્કૂલની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ચોરીની મોડસ ઓપરેન્ડી પરથી એવું લાગી રહ્યું છે કે આરોપી વિદ્યાર્થીઓ પર નજર રાખતો હતો અને તેમના ફોન વાહનોમાં રાખવામાં આવે તેની રાહ જોતો હતો.
ADVERTISEMENT
શું ચોરે આઈફોનને જાણી જોઈને છોડ્યો?
પોલીસ અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું ચોરે આઈફોનને જાણી જોઈને એટલા માટે છોડી દીધા કે તેમાં વધુ મજબૂત ટ્રેકિંગ અને સુરક્ષા સુવિધાઓ હોય છે અથવા તે સામાન્ય રીતે અનલોક અને વેચાણની દૃષ્ટિએ મુશ્કેલ હોય છે.
ADVERTISEMENT
સેટેલાઈટ પોલીસે શું જણાવ્યું?
ADVERTISEMENT
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.જે. ચૌધરીએ જણાવ્યું છે કે સ્કૂલ દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. અમે ચોરને ઓળખી કાઢવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ અને ફોન કેવી રીતે ચોરાયા તેની પણ તપાસ ચાલી રહી છે. અમારી સર્વેલન્સ ટીમને આ કેસ સોંપવામાં આવ્યો છે. આરોપી સુધી પહોંચવાની અમને આશા છે. આ ઘટના ચિંતાજનક છે, કારણ કે ચોરે વિદ્યાર્થીઓને નિશાન બનાવીને આયોજનપૂર્વક ચોરી કરી હોવાનું જણાય છે. આ ઘટનાના પગલે વાલીઓમાં પણ ચર્ચા શરૂ થઈ છે. અનેક વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં મોબાઈલ ફોન લાવવાની જરૂર જ શા માટે પડી?
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT