ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ભાડા વિધેયકની હડતાળ મુદ્દે વકીલોમાં ફાંટા પડ્યા, એક જૂથ સમર્થનમાં, બીજું વિરોધમાં
Last Updated: 01:45 PM, 8 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ભાડા વિધેયકની હડતાળ મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. હડતાળ મુદ્દે વકીલોના બે જૂથ આમને-સામને આવી ગયા છે. વકીલોનું એક જૂથ ભાડા વિધેયક સામે હડતાળના સમર્થનમાં તો બીજું જૂથ વિરોધમાં છે,. હડતાળ રદ કરતાં પહેલા વિશ્વાસમાં ન લીધાનો બીજા જૂથનો દાવો છે, જે આગેવાનો સરકાર સાથે બેઠકમાં ગયા તેમને બરતરફ કરાયાનો દાવો કરાયો છે. વકીલોએ 11 વાગ્યાથી સિટી સેશન્સ કોર્ટના દરાવાજા બંધ કર્યા હતા. તેમની માંગ છે કે સરકાર લેખિતમાં જવાબ નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. કેટલાક હોદ્દેદારોએ આપમેળે હડતાળ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે શું કર્યું?
સરકાર સાથે થયેલી બેઠક બાદ 'બાર કાઉન્સિલ ઓફ ગુજરાત' (BCG) દ્વારા હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદના વકીલોના એક મોટા જૂથે તેનો ઉગ્ર વિરોધ કરીને હડતાળ ચાલુ રાખવાનું એલાન કર્યું છે.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રીએ શું ખાતરી આપી?
ADVERTISEMENT
સરકાર સાથે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ભાડા વિવાદોની ન્યાયિક સત્તા અગાઉની જેમ ન્યાયતંત્ર પાસે જ રહેશે અને વિધેયકની સમીક્ષા કરવા માટે 5 સભ્યોની કમિટી રચાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT