ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને Z-Plusથી પણ વધુ સુરક્ષા, પોલીસને મળેલા ગુપ્ત ઈનપુટ બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો
Last Updated: 02:29 PM, 8 October 2026
ADVERTISEMENT
નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નવી ધમકી અંગેની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે આ પગલું ભર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્ઞાનેશ કુમાર પાસે પહેલેથી જ 'Z-પ્લસ' સુરક્ષા છે, પરંતુ ગુપ્તચર વિભાગની નવી માહિતી અને રાજધાનીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને તેમના ઘરની બહાર વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક જિલ્લા પોલીસને પણ તેમના સ્તરે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લામાં પહેલેથી જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ સુરક્ષા એજન્સીઓને પરસ્પર સંકલન સાધવા કહેવામાં આવ્યું છે.
INDIA બ્લોકના નેતા કરી રહ્યા છે વિરોધ- પ્રદર્શન
ADVERTISEMENT
એવા સમયે જ્ઞાનેશ કુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું વિમાન અને અચાનક પડી વીજળી, ઇન્ડિગોની ફ્લાઈટમાં પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા
ADVERTISEMENT
શું હોય છે Z-પ્લસ સુરક્ષા?
Z-પ્લસ (Z-plus) એ દેશમાં સુરક્ષાની બીજા ક્રમની સર્વોચ્ચ શ્રેણી છે. તેનાથી ઉપર વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારના સભ્યોને પૂરી પાડવામાં આવતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સુરક્ષા આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT