ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના 291 જંક્શન થશે સિગ્નલ ફ્રી, કેપ્સૂલ સર્કલ મોડલથી ટ્રાફિક જામમાં રાહત અને 20થી 30 મિનિટ સમય બચાવવાનો પ્રયાસ
Last Updated: 02:15 PM, 8 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે હવે માત્ર રસ્તા પહોળા કરવા, ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવા પૂરતું માનવામાં આવતું નથી. ટ્રાફિકને વારંવાર રોક્યા વગર સતત આગળ ધપાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરનાં ર૯૧ જંક્શનને સિગ્નલ ફ્રી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ જંક્શન પર પરંપરાગત ટ્રાફિક સિગ્નલના બદલે કેપ્સૂૂલ સર્કલ મોડલ અમલમાં મૂકવામાં આવશે.
ADVERTISEMENT

ટ્રાફિક ડીસીપી નરેશ કણજિરયાના જણાવ્યા મુજબ અમદાવાદનાં ર૯૧ જંક્શનને સિગ્નલ દૂર કરીને કેપ્સૂલ મોડલ અપનાવવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર સિગ્નલ દૂર કરવામાં આવતા નથી, પરંતુ સમગ્ર જંક્શનને ટ્રાફિક એન્જિનિયરિંગના સિદ્ધાંતો પ્રમાણે ફરીથી ગોઠવવામાં આવે છે. વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ, યુ-ટર્ન, ડિવાઈડર, સર્વિસ રોડ અને લેન ડિસિપ્લિનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તૈયાર કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવિધ જંક્શન પર વાહનોની સંખ્યા, ટ્રાફિક ફ્લો, પીક અવર્સ અને અકસ્માતના ડેટાનો અભ્યાસ કરી રહી છે, જેના આધારે એવાં જંક્શન પસંદ કરવામાં આવે છે, જ્યાં સિગ્નલ કરતાં કેપ્સૂલ સર્કલ વધુ અસરકારક બની શકે. દરેક જંક્શન માટે સ્થાનિક ટ્રાફિકની જરૂરિયાત પ્રમાણે અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ સમગ્ર કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ભૂમિકા રહે છે. રોડના માળખામાં જરૂરી ફેરફાર, ડિવાઈડર, રોડ માર્કિંગ, સાઇનેજ, સ્ટ્રીટ ફર્નિચર સહિતની સિવિલ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, બીજી તરફ ટ્રાફિકનું સંચાલન અને નવી વ્યવસ્થાનું અમલીકરણ ટ્રાફિક પોલીસ સંભાળે છે. કેપ્સૂલ સર્કલ અને બેિરકેડની મદદથી કેટલાંક જંક્શન પર સિગ્નલ ફ્રી વ્યવસ્થા શરૂ પણ કરવામાં આવી છે. પીરાણા, નારોલ, કમોડ સર્કલ, હાથીજણ સર્કલ, ગરીબનગર, સ્વસ્તિક ચાર રસ્તા, રબારી કોલોની, નિકોલ-કઠવાડા અને દાસ્તાન સર્કલ સહિતના વિસ્તારોમાં આ મોડલ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. સિગ્નલ પર વાહનો લાંબા સમય સુધી ઊભાં રહેતાં હોવાથી એક જ સ્થળે ટ્રાફિકનું દબાણ વધે છે. કેપ્સૂલ સર્કલ મોડલમાં વાહનોને સતત ગતિ આપવાનો પ્રયાસ થાય છે, જેના કારણે ટ્રાફિક જામમાં રાહત સાથે વાહનચાલકોનો સમય બચી શકે છે. ટ્રાફિક પોલીસના આયોજન મુજબ સરેરાશ ર૦થી ૩૦ મિનિટનો સમય બચાવવાનો પ્રયાસ છે, સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે અને કાર્બન ઉત્સર્જન ઓછું થતાં પ્રદૂષણમાં ઘટાડો થાય તેવો હેતુ છે.
ADVERTISEMENT
અમદાવાદમાં અમલમાં આવી રહેલી ટ્રાફિક વ્યવસ્થામાં અન્ય શહેરોના અધિકારીઓ પણ રસ દાખવી રહ્યા છે. દિલ્હી પોલીસની ટ્રાફિક ટીમ અમદાવાદ આવીને વિવિધ જંક્શનનું નિરીક્ષણ કરી ચૂકી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી છે. અમદાવાદનું આ મોડલ સફળ રહે તો ભવિષ્યમાં અન્ય શહેરોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT