ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / નવરાત્રીમાં કળશ સ્થાપના માટે કઈ સામગ્રી જરૂરી? જ્યોત માટે તેલ કે ઘીમાંથી શું વાપરવું, જાણો સંપૂર્ણ માહિતી
5 ફોટો ગેલેરી
Last Updated: 02:44 PM, 8 October 2026
1/5
આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઓક્ટોબર રવિવારથી થઈ રહી છે. જેમાં નવરાત્રિમાં મા દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. આ દરમિયાન કળશ સ્થાપનાનું ખુબ મહત્ત્વનું સ્થાન છે જેને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી કલશની સ્થાપના ખૂબ ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. જો તમે પણ ઘરમાં કળશ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેના માટે જરૂરી સામગ્રી અને જ્યોત પ્રગટાવવાના સાચા નિયમો જાણવા જરૂરી છે.
2/5
નવરાત્રિમાં કળશ સ્થાપના માટે અમુક વિશેષ સામગ્રીની જરૂર પડે છે. સૌપ્રથમ માટી, તાંબા પીતળનો કળશ લો. તેની સાથે અશોક કે આમ્રના ૫ પાંદડા, ગંગાજળ, પાણીવાળું જટાદાર નારિયેળ, કળશ પર બાંધવા માટે કળાવા, લાલ ચુંદરી, રોલી, સાફ માટી, જવ અને માટીનું પાત્ર જરૂરી છે. પૂજા સમયે જ્યોત પ્રગટાવવા માટે શુદ્ધ દેશી ગાયનું ઘી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. જો દેશી ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો સફેદ તલનું તેલ પણ વાપરી શકાય છે. આ સામગ્રી અગાઉથી ભેગી કરી લેવાથી ઘટસ્થાપનાનું કાર્ય વગર કોઈ અવરોધે સરળતાથી પૂરૂ થઈ જાય છે.
ADVERTISEMENT
3/5
નવરાત્રિના પ્રથમ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને માનું ધ્યાન કરો. ઘરના પૂજાઘરને સાફ કરીને માતા રાણીની જમણી બાજુએ કળશ સ્થાપિત કરો. પછી તે સ્થાનને ગંગાજળ છાંટીને સાફ કરો અને કલશ પર સ્વસ્તિક બનાવીને દોરો બાંધો. કળશમાં સાદું શુદ્ધ પાણી અને થોડું ગંગાજળ મિશ્ર કરીને થોડા અક્ષત નાખો. ત્યારબાદ કળશમાં પર આમ્ર કે અશોકના પાંદડા મૂકો. નારિયેળને લાલ ચુંદરીમાં લપેટીને લાલ દોરાથી બાંધીને ઉપર સ્થાપિત કરો. હવે એક માટીના પાત્રમાં સાફ માટી વીછાવીને જવ નાખો અને હળવું પાણી છાંટો. આ તૈયાર કળશને જવવાળા પાત્રની વચ્ચે મૂકીને જ્યોત પ્રગટાવો અને મા દુર્ગાનું ધ્યાન કરો.
4/5
કળશની સ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં જ કરો અને રાહુકાળ દરમિયાન આ કાર્ય કરવાથી બચો.પૂજા સ્થળ અને વપરાતી બધી સામગ્રીની શુદ્ધતા તથા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. જ્યોત પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ગાયના ઘી અથવા સફેદ તલના તેલનો જ ઉપયોગ કરો. માતા રાણીની જમણી બાજુએ કળશ સ્થાપિત કરો અને નારિયેળનું મુખ હંમેશા પોતાની તરફ રાખો. જવ વાવ્યા બાદ માટીમાં ભેજ જાળવવા માટે માત્ર હળવું પાણી છાંટો વધારે પાણી નાખવાથી બચો. પૂજા દરમિયાન મનમાં પૂરી શ્રદ્ધા રાખો અને ઘરની અંદર કોઈપણ પ્રકારના કલેશથી દૂર રહો.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
October Panchak 2026 / ઓક્ટોબરમાં 4 દિવસ 12 કલાક પંચક રહેશે, આ શુભ અને મહત્વના કામો કરવાનું ટાળવું જોઈએ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?