ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / આવું કદી ન કરો! ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તો બોયફ્રેન્ડે 13માં માળેથી લગાવી દીધી છલાંગ, વીડિયો રેકોર્ડ કર્યો

જીવન કિંમતી છે / આવું કદી ન કરો! ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તો બોયફ્રેન્ડે 13માં માળેથી લગાવી દીધી છલાંગ, વીડિયો રેકોર્ડ કર્યો

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 01:13 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીએ આપઘાત કરી દીધો હતો. આપઘાત કરતાં પહેલા રેકોર્ડ કરેલા વીડિયોમાં તેણે પોતાની મનસ્થિતિ વર્ણવી હતી.

ADVERTISEMENT

સુરતના ગોડાદરામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા 8 વર્ષીય વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના13માં માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું. હતું. આત્મઘાતી પગલું ભરતા પહેલા વિદ્યાર્થીએ મોબાઈલ ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.. જેમાં તેણે પોતાની અંતિમ મનોસ્થિતિ વર્ણવી હતી.

વાયરલ થયો વીડિયો

વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીએ તેના જીવનના અંતિમ વિચારો રજૂ કર્યા હતા. તેણે ઉલ્લેખ કર્યો હતો કે, અઠવાડિયા પહેલા જ તેનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર કોઈ છોકરી પાછળ આ રીતે કોઈ જીવ નથી આપતું... મુખ્ય કારણ એ હતું કે તેને જિંદગીમાં હવે કંઈ સારું નહોતું લાગી રહ્યું.

માતાપિતાનું નામ લઈને ભાવુક થયો

પોતાના માતા-પિતા વિશે ભાવુક થતાં તેણે કહ્યું કે, તેના માતા-પિતા ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખનારા છે, પરંતુ તેને અંદરથી એવો અહેસાસ થતો હતો કે તે તેમના આ અખૂટ પ્રેમ અને સાથ માટે લાયક નથી.. અંતમાં તેણે માતા-પિતાને રૂબરૂ ક્યારેય ન કહી શકેલો ‘આઈ લવ યુ’નો સંદેશો પણ આ વીડિયો મારફતે આપ્યો હતો.

વધુ વાંચો : રાજકોટના વિંછીયામાં ભગતે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ભાંડો ફૂટતાં પતિ-પત્નીને બીભત્સ વીડિયો મોકલ્યાં

વહેલી સવારે પુત્રના મોતથી પરિવારમાં વિલાપ

વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. 13મા માળેથી નીચે પટકાતાં ઘટનાસ્થળે જ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંતિમ વીડિયો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news rajkot Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ