ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Nana Patekar: રંગમંચથી બોલિવૂડ સુધીની શાનદાર સફર, ‘ગમન’થી ‘વેલકમ’ સુધી આ ફિલ્મોમાં કર્યું યાદગાર કામ

photo-story

10 ફોટો ગેલેરી

બોલિવૂડ / Nana Patekar: રંગમંચથી બોલિવૂડ સુધીની શાનદાર સફર, ‘ગમન’થી ‘વેલકમ’ સુધી આ ફિલ્મોમાં કર્યું યાદગાર કામ

Last Updated: 11:04 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નાના પાટેકરનો રંગમંચથી બોલીવુડ સુધીનો ચાર દાયકાનું શાનદાર સફર રહ્યુંછે . ‘ગમન’થી શરૂ થઈને ‘ક્રાંતિવીર’, ‘પરિંદા’ અને ‘વેલકમ’ સુધીની યાદગાર ફિલ્મો અને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ પણ તેમને મળ્યા હતા.

1/10

photoStories-logo

1. નાના પાટેકરની ફિલ્મી સફર

8 ઓક્ટોબર 2026ની સવારે 5:20 વાગ્યે ગોવાના મણિપાલ હોસ્પિટલમાં જાણીતા એક્ટર નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું. છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને બેભાન હાલતમાં મળ્યા હતા. 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું પણ તેમને બચાવી શકાયા નહીં. નાના પાટેકર એવા અભિનેતા હતા જેમને ગંભીર મજબૂત અને અલગ પ્રકારના રોલથી પોતાની ઓળખ બનાવી હતી. ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’, ‘તિરંગા’, ‘અબ તક છપ્પન’, ‘અપહરણ’ અને ‘વેલકમ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને પદ્મશ્રી સહિત અનેક મોટા સન્માન મળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ‘ગમન’થી શરૂ થઈ ફિલ્મી સફર

નાના પાટેકરનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. હિન્દી સિનેમામાં તેમણે અભિનયની શરૂઆત 1978ની ફિલ્મ ‘ગમન’થી કરી હતી. શરૂઆતના સમયમાં તેમને હિન્દી સાથે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. પહેલી ભૂમિકાઓ તેમને તરત સ્ટાર ન બનાવી શકી પણ તેમના અભિનયની ગંભીરતા અને અનોખી સ્ટાઇલે ફિલ્મમેકર્સનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. ‘પરિંદા’એ બદલી નાખી ઓળખ

1989ની ફિલ્મ ‘પરિંદા’ તેમના કરિયરનો મોટો વળાંક સાબિત થઈ. આમાં તેમણે ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યું અને દર્શકો તેમજ ક્રિટિકને પ્રભાવિત કર્યા. આ રોલ માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેરમાં બેસ્ટ સપોર્ટીંગ અભિનેતાનું સન્માન મળ્યું. ત્યારબાદ 1990ના દાયકામાં તેઓ હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત અને વિશ્વસનીય અભિનેતાઓમાં સામેલ થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ‘ક્રાંતિવીર’થી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા

1994ની ‘ક્રાંતિવીર’ તેમની સૌથી મહત્ત્વની ફિલ્મોમાંની એક રહી. આમાંના અભિનય માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ અભિનેતાનું સન્માન મળ્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ મોટી સફળતા બની અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. એક અભિનેતા અનેક રંગ

નાના પાટેકરની વિશેષતા એ હતી કે તેમને પોતાને કોઈ એક પ્રકારના પાત્ર સુધી મર્યાદિત ન રાખ્યા. ‘અંગાર’માં નકારાત્મક ભૂમિકાથી લઈને ‘તિરંગા’, ‘અગ્નિસાક્ષી’, ‘ખામોશી: ધ મ્યુઝિકલ’, ‘શક્તિ: ધ પાવર’, ‘અબ તક છપ્પન’, ‘અપહરણ’ અને ‘રાજનીતિ’ જેવી ફિલ્મોમાં તેમને અલગ-અલગ રોલ ભજવ્યા. ‘અગ્નિસાક્ષી’ માટે તેમને ફરીથી રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ સપોર્ટીંગ અભિનેતાનું સન્માન મળ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ‘અપહરણ’માં ફરી દમદાર અંદાજ

2005ની ‘અપહરણ’માં તેમના અભિનયને ખૂબ પ્રશંસા મળી. આ રોલ માટે તેમને ફિલ્મફેર અને અન્ય એવોર્ડમાં નકારાત્મક પાત્ર માટે સન્માન અપાયું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. ગંભીર અભિનેતાથી કોમેડીના ‘ઉદય શેટ્ટી’ સુધી

નાના પાટેકરે સાબિત કર્યું કે તેઓ માત્ર ગંભીર અને આક્રમક ભૂમિકાઓ સુધી મર્યાદિત નથી. 2007ની ‘વેલકમ’માં ‘ઉદય શેટ્ટી’નું પાત્ર દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયું. બાદમાં ‘વેલકમ બેક’માં પણ તેમને આ જ પાત્ર ભજવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ‘નટસમ્રાટ’માં મરાઠી સિનેમાની યાદગાર ભૂમિકા

મરાઠી સિનેમામાં પણ તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ‘નટસમ્રાટ’માંના અભિનયને ખુબ પ્રશંસા મળી અને તેમને મરાઠી ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનું સન્માન પણ મળ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. દિગ્દર્શક પણ હતા નાના પાટેકર

તેમને ડાયરેકશનમાં પણ હાથ અજમાવ્યો હતો. ‘પ્રહાર: ધ ફાઇનલ એટેક’થી તેમને ડાયરેકશનના ક્ષેત્રમાં પગ મૂક્યો. આ ફિલ્મ માટે તેમને એક્ટિંગ સાથે લેખન અને દિગ્દર્શનની જવાબદારી પણ સંભાળી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. નાના પાટેકરને મળેલા એવોર્ડ

તેઓ એવા થોડા અભિનેતાઓમાંના એક હતા જેમને રોલ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યા છે. ‘પરિંદા’ માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટર, ‘ક્રાંતિવીર’ માટે બેસ્ટ એક્ટર અને ‘અગ્નિસાક્ષી’ માટે ફરીથી બેસ્ટ સપોર્ટીંગ એક્ટર. 2013માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Padma Shri Nana Patekar Patekar passed away
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ