ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 75 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી નાના પાટેકરનું નિધન, કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું તફાવત? જાણો બંનેના લક્ષણો

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ / 75 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી નાના પાટેકરનું નિધન, કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું તફાવત? જાણો બંનેના લક્ષણો

Last Updated: 11:44 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. જે હાર્ટ એટેકથી પણ વધુ ખતરનાક છે. જેમાં લક્ષણો ઓળખીને તાત્કાલિક CPR આપવાથી જીવ બચાવી શકાય છે.

1/10

photoStories-logo

1. નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

બોલીવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે. સવારે 5:20 વાગ્યે મણિપાલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને બેભાન હાલતમાં મળ્યા હતા. શરુઆતના રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. આ ઘટનાએ ફરીથી કાર્ડિયાક અરેસ્ટ વિશે ચર્ચા શરૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. કાર્ડિયાક અરેસ્ટ

કાર્ડિયાક અરેસ્ટ એવી મેડિકલ ઇમરજન્સી છે. જેમાં વ્યક્તિને સંભાળવાનો વધારે સમય મળતો નથી. ઘણી વાર કોઈ મોટા સંકેત વગર જ વ્યક્તિ અચાનક પડી જાય છે અને થોડીવારમાં સ્થિતિ ગંભીર બની શકે છે. એક્સપર્ટના મતે તાત્કાલિક CPR અને જરૂર પડ્યે ડિફિબ્રિલેશનથી બચવાની શક્યતા વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. ખરેખર શું છે કાર્ડિયાક અરેસ્ટ ?

જેમાં હૃદયની ધબકારાને નિયંત્રિત કરતી ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં અચાનક ખલેલ પડે છે. હૃદય સામાન્ય રીતે ધબકવાનું બંધ કરી દે છે અને શરીરમાં લોહી પંપ થઈ શકતું નથી. તેનો સીધો અસર મગજ અને બીજા મહત્ત્વના અંગો સુધી પહોંચતા ઓક્સિજન પર પડે છે. વ્યક્તિ થોડીવારમાં બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. તરત મદદ ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટ એકસરખા નથી

લોકો ઘણીવાર બંનેને એક જ સમજી લે છે પણ તે અલગ છે. હાર્ટ અટેકમાં હૃદય સુધી લોહી પહોંચાડતી નસમાં અવરોધ થાય છે જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદયની ધબકારાને કંટ્રોલ કરતી ઇલેક્ટ્રિકલ એક્ટીવીટી અચાનક ગડબડ થઇ જાય છે. અમુક કિસ્સામાં હાર્ટ અટેક હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમને અસર કરીને કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ પણ ઊભી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. કાર્ડિયાક અરેસ્ટના કારણો

હૃદયની ધબકાર અચાનક અનિયમિત કે અસામાન્ય થવા, હૃદયની નસો સાથે સંબંધિત બીમારી કે પહેલાં હાર્ટ એટેક આવી ચૂક્યો હોવો, હાર્ટ ફેલ્યોર કે હૃદયની માંસપેશીઓની બીમારી, જન્મથી જ હૃદય સંબંધિત સમસ્યા, હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખલેલ, શરીરમાં ઓક્સિજનની ખુબ કમી, વધુ પડતું રક્તસ્રાવ, ગંભીર ઇન્ફેક્શન, અમુ દવાઓનો અસર કે ઝેરી પદાર્થોના સંપર્કમાં આવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. સંકેત નથી મળતો

જેની સૌથી ખતરનાક વાત એ છે કે, ઘણીવાર પહેલાંથી કોઈ સ્પષ્ટ સંકેત નથી મળતો. કાર્ડિયાક અરેસ્ટ હંમેશા પહેલાંથી સંકેત આપીને નથી આવતો. ઘણીવાર વ્યક્તિ અચાનક પડી જાય છે, બેભાન થઈ જાય છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. અમુક લોકોમાં પહેલાં આ લક્ષણો જોઈ શકાય છે

છાતીમાં દુખાવો કે દબાણ, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, અચાનક કમજોરી અનુભવાવી, હૃદયની ધબકાર તેજ કે ગડબડ થવી, ઉબકા કે ઊલટી થવી. પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં આ લક્ષણો દેખાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. આ સંકેતો દેખાય તો બિલકુલ અવોઇડ ન કરો

જો કોઈને અચાનક છાતીમાં દુખાવો, શ્વાસ ફૂલવો, ચક્કર, અસામાન્ય ધબકાર કે અચાનક કમજોરી અનુભવાય તો તેને સામાન્ય સમસ્યા સમજીને ટાળવું યોગ્ય નથી. હાલત ઝડપથી બગડતી હોય તો તરત મેડિકલ મદદ લો. જો કોઈ અચાનક પડી જાય, અવાજ આપવા કે ખભા પર થપથપાવવા છતાં કોઈ પ્રતિક્રિયા ન આપે અને સામાન્ય રીતે શ્વાસ ન લઈ રહ્યો હોય તો તેને કાર્ડિયાક અરેસ્ટની ઇમરજન્સી માનીને તરત પગલાં ભરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. કોઈને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવે તો શું કરવું?

આવી સ્થિતિમાં દરેક સેકન્ડ મહત્ત્વની છે. તરત ઇમરજન્સી મેડિકલ મદદ માટે કોલ કરો. વ્યક્તિ બેભાન હોય અને સામાન્ય રીતે શ્વાસ ન લઈ રહ્યો હોય તો તરત CPR શરૂ કરો. આસપાસ AED (ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર) હોય તો તેનો પણ ઉપયોગ કરો. CPR શરીરમાં લોહીનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરે છે જ્યારે AED હૃદયની ખતરનાક ધબકારને સામાન્ય કરવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. દરેક ઘરમાં CPRની મૂળભૂત જાણકારી કેમ જરૂરી છે?

કાર્ડિયાક અરેસ્ટમાં હોસ્પિટલ પહોંચવા સુધીનો દરેક મિનિટ ખુબ મહત્ત્વની છે. જેમાં માત્ર એમ્બ્યુલન્સની રાહ જોવી પૂરતું નથી. શરૂઆતના થોડા મિનિટમાં આસપાસના લોકોની મદદ ખૂબ મહત્ત્વની બની શકે છે. તરત CPR અને જરૂર પડ્યે ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરવાથી બચવાની શક્યતા વધી શકે છે. નાના પાટેકરના નિધનની ઘટનાએ ફરીથી યાદ અપાવ્યું છે કે કાર્ડિયાક અરેસ્ટ કેટલી ગંભીર ઇમરજન્સી છે જેમાં દરેક સેકન્ડ મહત્ત્વની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nana Patekar cardiac arrest heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ