ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોલેરાથી ભારતની ચિપ ક્રાંતિને મળશે વેગ, સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિદેશી ટેલેન્ટ અને સ્કિલિંગ પર ભારતની નજર

ગુજરાત / ધોલેરાથી ભારતની ચિપ ક્રાંતિને મળશે વેગ, સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિદેશી ટેલેન્ટ અને સ્કિલિંગ પર ભારતની નજર

Published By: Nidhi Panchal

Last Updated: 12:57 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોલેરા ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે, જ્યાં દેશનું પ્રથમ ફ્રન્ટ-એન્ડ ચિપ ફેબ ઊભું થઈ રહ્યું છે. હવે સરકાર તાઈવાન અને સિંગાપોરની નિષ્ણાત સંસ્થાઓની મદદથી ભારતમાં જ હજારો કુશળ ચિપ ટેકનિશિયન્સ અને એન્જિનિયર્સ તૈયાર કરશે.

ADVERTISEMENT

ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં ગુજરાતનું ધોલેરા હવે સૌથી મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ધોલેરામાં દેશનું પ્રથમ ફ્રન્ટ-એન્ડ ચિપ ફેબ ઊભું થઈ રહ્યું છે. આશરે રૂ. ૯૧,૫૨૬ કરોડના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC)ની ટેક્નોલોજી અને નિષ્ણાતોનો સહયોગ છે. આ ફેબ ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે મોટું પગથિયું સાબિત થશે.

Dholera-2

ધોલેરામાં ચિપ ફેબ ઊભું કરવાની સાથે હવે ભારતે તેની આગળની તૈયારી પણ શરૂ કરી દીધી છે—ચિપ બનાવનારા કુશળ લોકો તૈયાર કરવાની. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તાઈવાનની અગ્રેસરતા અને સિંગાપોરની અદ્યતન ટેક્નોલોજી ક્ષમતાનો લાભ લઈને ભારતમાં જ મોટું ‘ચિપ ટેલેન્ટ’ તૈયાર કરવામાં આવશે. આ માટે તાઈવાનની ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ITRI) અને સિંગાપોરની એજન્સી ફોર સાયન્સ, ટેક્નોલોજી એન્ડ રિસર્ચ (A STAR)ને ભારતમાં સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રો શરૂ કરવા આમંત્રણ આપવાની સરકારની તૈયારી છે.

ભારતમાં ચિપ બનાવવા માટે લાવવાનો નહીં

આની પાછળનો હેતુ તાઈવાન કે સિંગાપોરના લોકોને ભારતમાં ચિપ બનાવવા માટે લાવવાનો નહીં, પરંતુ તેમની દાયકાઓની નિષ્ણાતી અને તાલીમ પદ્ધતિનો લાભ લઈને ભારતના પોતાના એન્જિનિયર્સ, ટેકનિશિયન્સ અને ટેક્નિકલ વર્કફોર્સને તૈયાર કરવાનો છે. એટલે ધોલેરામાં ફેબ ઊભું કરવાની સાથે હવે તેની પાછળ જરૂરી માનવશક્તિનું વિશાળ માળખું પણ તૈયાર કરવામાં આવશે.

તાઈવાન-સિંગાપોરની સંસ્થાઓ અહીં જ ‘ચિપ ટેલેન્ટ’ તૈયાર કરશે

સરકાર ITRI અને A STARને ભારતમાં તેમની તાલીમ શાખાઓ સ્થાપવાની તથા સંપૂર્ણ અથવા આંશિક રીતે તાલીમ કાર્યક્રમો ચલાવવાની તક આપવા માગે છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરવા માટે તાલીમના અનેક સ્તરો હોય છે. બંને સંસ્થાઓ તેમાંથી ત્રણ-ચાર સ્તરે પણ ભારત સાથે કામ કરવા તૈયાર થાય તો સરકાર આ સહકારને આગળ વધારશે.

આ પણ વાંચો : WhatsApp પર PAN Card અપડેટની ફાઈલ મોકલી વૃદ્ધ વેપારીના છેતર્યા, મોબાઈલનું રિમોટ ઍક્સેસ મેળવી ખાતામાંથી ₹5.19 લાખ ઉપાડી લીધા

ફક્ત એન્જિનિયર્સ નહીં, ફેબમાં કામ કરનારા હજારો કુશળ કર્મચારીઓ તૈયાર થશે

સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે માત્ર ઉચ્ચ કક્ષાના એન્જિનિયર્સ પૂરતા નથી. ચિપ ફેબ્રિકેશન યુનિટ ઉપરાંત ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્લાન્ટમાં પ્રેક્ટિકલ કામ કરી શકે તેવા મોટી સંખ્યામાં તાલીમબદ્ધ ટેકનિશિયન્સ અને અન્ય કર્મચારીઓની પણ જરૂર પડશે. મૂળભૂત તાલીમ બાદ વિદ્યાર્થીઓ અને ઉચ્ચ કક્ષાના એન્જિનિયર્સને વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયાનો અનુભવ આપવો જરૂરી બનશે. આ માટે કાર્યરત ચિપ ફેબ્રિકેશન અથવા ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. હાલમાં ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને આવી તાલીમ માટે તાઈવાન, જાપાન અથવા મલેશિયામાં આવેલી ભાગીદાર કંપનીઓ પાસે મોકલે છે. હવે ભારતમાં જ આવું તાલીમ માળખું વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dholera Semiconductor Hub Taiwan Technology India Chip Manufacturing

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ