ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની હોસ્પિટલમાં ડોક્ટરે કોલિજયન યુવતી સાથે કરી છેડતી, તપાસને બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો, ધરપકડ

ક્રાઈમ / અમદાવાદની હોસ્પિટલમાં ડોક્ટરે કોલિજયન યુવતી સાથે કરી છેડતી, તપાસને બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો, ધરપકડ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 12:50 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોલિજિયન યુવતી સાથે છેડતીના આરોપસર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના મેમનગરમાં ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલના ડોક્ટરે કોલેજિયન યુવતી સાથે છેડતી કરી હતી. કોલેજિયન યુવતીનો આરોપ છે કે તપાસ વખતે ડોક્ટરે તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. તેણે કહ્યું કે મારી સંમતિ વગર શારીરિક તપાસ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

યુવતીએ છેડતીની ફરીયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટર વ્રજ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો પણ મોટો કાંડ

ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટ 2026ના દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો મોટો કાંડ સામે આવ્યો હતો. શાહીબાગ પોલીસે મૂળ બોટાદના અને સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર રાહુલ આહિરગામાની દુષ્કર્મ અને છેતરપિંડી કેસમાં ધરપકડ કરી હતી. પરિણિત મહિલાએ નોંધાયેલી ફરીયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે 2023માં તે આરોપ રાહુલ સાથે સંપર્કમાં આવી હતી. મને વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવી હતી.

વધુ વાંચો : જ્ઞાનેશ કુમારને હટાવવા 19 વિપક્ષી પાર્ટીનું હલ્લોબોલ, દિલ્હીમાં કાઢી માર્ચ, રાહુલના હાથમાં પોસ્ટર-'જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રો'

60 લાખ હારી ગયો કહીને 14 લાખ પડાવ્યાં

આરોપીએ ઓનલાઈન ગેમમાં 60 લાખ રૂપિયા હારી ગયો હોવાની વાત કહી પ્રેમિકા પાસે આર્થિક મદદ માંગી હતી. અને ડોક્ટરની નોકરી મળ્યા બાદ તમામ રૂપિયા પરત આપવાની ખાતરી આપતા મહિલાએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. જેથી મહિલાએ પ્લોટ અને સોનાનો હાર ગીરો મૂકી તેમજ ઓળખીતાઓ પાસેથી ઉછીના મેળવી કુલ 14 લાખ 30 હજાર રૂપિયા આરોપીને આપ્યા હતા. જોકે બાદમાં આરોપીએ રૂપિયા પરત ન આપતા મહિલાએ વિશ્વાસઘાત થયાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ