ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વહેલી સવારે ભારતના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ, જાણો ભૂકંપની તીવ્રતા અને અન્ય વિગતો
Last Updated: 07:18 AM, 6 October 2026
ADVERTISEMENT
મંગળવારે વહેલી સવારે ભારતના પૂર્વોત્તર ભાગમાં ભૂકંપના બે આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. અસામ અને મણિપુરમાં થોડી જ મિનિટના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અસામના નગાંવમાં સવારે 4:23 વાગ્યે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે તેના લગભગ ચાર મિનિટ બાદ મણિપુરમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંને ભૂકંપ વહેલી સવારે આવ્યા હોવાથી ઊંઘમાં રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, અત્યાર સુધી બંને રાજ્યોમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
ADVERTISEMENT
મંગળવારે સવારે 4 વાગ્યાને 23 મિનિટ અને 47 સેકન્ડે અસામના નગાંવમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર નગાંવમાં હતું અને તેની ઊંડાઈ જમીનની અંદર લગભગ 33 કિલોમીટર નોંધાઈ હતી.વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ડરના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. થોડા સમય માટે લોકોમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કંપન બંધ થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
અસામમાં ભૂકંપ આવ્યા બાદ માત્ર ચાર મિનિટમાં જ મણિપુરમાં પણ ધરતી ધ્રૂજી હતી. સવારે 4 વાગ્યાને 27 મિનિટ અને 25 સેકન્ડે મણિપુરના તમેંગલોંગમાં ભૂકંપ નોંધાયો હતો. મણિપુરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 હતી અને તેની ઊંડાઈ જમીનની અંદર લગભગ 12 કિલોમીટર નોંધાઈ હતી. આ ભૂકંપ પણ એવા સમયે આવ્યો હતો જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા. આંચકા અનુભવાતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી અને ગભરાયેલા લોકો ઘરની બહાર તરફ દોડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
અસામ અને મણિપુરમાં આવેલા બંને ભૂકંપ વચ્ચે માત્ર ચાર મિનિટનું અંતર હતું. બંને આંચકા વહેલી સવારે આવ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અસામના નગાંવમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ સૌથી વધુ જોરદાર હતો, જ્યારે મણિપુરના તमेंગલોંગમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.ભૂકંપ બાદ બંને રાજ્યોમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી. આંચકા બંધ થયા બાદ સ્થિતિ સામાન્ય બની હતી. જોકે, વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ રહ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'ફોર્મ-6માં કોમા, ફુલ સ્ટોપ પણ ન બદલ્યું', ચૂંટણી પંચે રાહુલની પોસ્ટનું કર્યુ ફેક્ટ ચેક, કહ્યું-ભ્રામક છે
ADVERTISEMENT
ભારતના પૂર્વોત્તર ભાગમાં બે ભૂકંપ આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી હતી. અફઘાનિસ્તાનમાં સવારે 5 વાગ્યાને 25 મિનિટ અને 10 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી.અફઘાનિસ્તાનમાં આવેલા આ ભૂકંપની ઊંડાઈ ભારતના બંને ભૂકંપની સરખામણીમાં ઘણી વધારે હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર લગભગ 103 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્ર 36.884 અક્ષાંશ અને 68.864 દેશાંશ પર નોંધાયું હતું.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસોમાં પણ અહીં ભૂકંપ નોંધાયો હતો. હવે ફરી એક વખત 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, હાલ સામે આવેલી માહિતી પ્રમાણે આ ભૂકંપથી પણ કોઈ મોટા જાનમાલના નુકસાનની જાણકારી મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ