ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / આગામી 33 દિવસ સુધી દેવગુરુ બૃહસ્પતિની 6 રાશિઓ પર વિશેષ કૃપા રહેશે, જીવનમાં આવી શકે મોટા બદલાવ
9 ફોટો ગેલેરી
Last Updated: 07:36 AM, 6 October 2026
1/9
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય, ધર્મ, વિસ્તરણ અને ધનનો મુખ્ય કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુની ચાલ કે સ્થિતિમાં ફેરફાર થાય ત્યારે તેની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. હાલમાં ગુરુ ચંદ્રની રાશિમાં બિરાજમાન હોવાથી કેટલીક રાશિઓ માટે આગામી 33 દિવસ ખાસ બની શકે છે. આ સમયગાળામાં અટકેલા કામને ગતિ મળવાની સાથે આર્થિક સ્થિતિ મજબૂત થવાના અને કરિયરમાં નવી તકો મળવાના સંકેત છે.
2/9
જ્યોતિષીય ગણતરી મુજબ ચંદ્રની રાશિમાં ગુરુનું ભ્રમણ માનસિક શાંતિ, આર્થિક મજબૂતી અને વિચારોમાં મોટા ફેરફાર લાવી શકે છે. આ સમય દરમિયાન ઘણા જાતકોને લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે. જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં સકારાત્મક બદલાવ આવવાની શક્યતા રહે છે. ખાસ કરીને 6 રાશિના જાતકો માટે આગામી 33 દિવસ ખૂબ જ શુભ રહેવાના છે.
ADVERTISEMENT
3/9
વૃષભ રાશિના જાતકો માટે આગામી 33 દિવસ આર્થિક રીતે ખૂબ જ સારા રહી શકે છે. આવક વધારવાના નવા રસ્તા મળી શકે છે અને પૈસાને લગતી કેટલીક જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે. ક્યાંક નાણાં અટવાયેલા હોય તો તે પરત મળવાની પણ શક્યતા છે.આ સમય દરમિયાન પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. આર્થિક બાબતોમાં યોગ્ય નિર્ણય લેવાથી લાભ મળવાના યોગ બની શકે છે.
4/9
કર્ક રાશિના જાતકો પર દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા રહી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને સમાજમાં માન-સન્માન વધવાની શક્યતા છે. લોકો તમારી વાત અને કામની નોંધ લેશે.નોકરી કરતા લોકોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને પણ સારા સમાચાર મળી શકે છે. બીજી તરફ વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક રહી શકે છે અને વ્યવસાયમાં સારો નફો મળવાના યોગ બની શકે છે.
ADVERTISEMENT
5/9
કન્યા રાશિના જાતકો માટે આગામી 33 દિવસ કરિયર અને શિક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ કરીને સારો રહી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા છે.કરિયરમાં નવી તકો મળી શકે છે અને આગળ વધવા માટેના રસ્તા ખુલશે. રોકાણ માટે પણ આ સમય અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. યોગ્ય આયોજન સાથે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં સારો નફો અપાવી શકે છે.
6/9
વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઉથલપાથલ હવે ધીમે-ધીમે ઓછી થઈ શકે છે. ગુરુની શુભ અસરથી અટકેલા કામ ઝડપથી પૂરા થવાના યોગ બની રહ્યા છે. જે કામ લાંબા સમયથી આગળ વધી રહ્યું ન હતું તેમાં પણ પ્રગતિ જોવા મળી શકે છે.વૈવાહિક જીવનમાં પણ મધુરતા વધશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે અને સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સમય સારો રહી શકે છે અને અગાઉની કેટલીક પરેશાનીઓમાં રાહત મળી શકે છે.
ADVERTISEMENT
7/9
ધનુ રાશિના સ્વામી પોતે ગુરુ ગ્રહ હોવાથી આ રાશિના જાતકો માટે આ સમય ખાસ ફળદાયી માનવામાં આવે છે. વેપાર કરતા લોકોને વ્યવસાય વિસ્તારવાની નવી તકો મળી શકે છે. નવા કામ કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ સારા સંકેત મળી શકે છે.ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આવકમાં વધારો થવાની સાથે નાણાકીય બાબતોમાં સ્થિરતા આવી શકે છે. માનસિક રીતે પણ શાંતિનો અનુભવ થશે અને લાંબા સમયથી ચાલી રહેલી કેટલીક ચિંતાઓ ઓછી થઈ શકે છે.
8/9
મીન રાશિના જાતકો માટે આગામી 33 દિવસ કોઈ વરદાનથી ઓછા નહીં રહે તેવી જ્યોતિષીય માન્યતા છે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રે સફળતાના યોગ બની રહ્યા છે. કરિયરમાં સતત પ્રગતિ થઈ શકે છે અને નવી જવાબદારી કે તક મળી શકે છે.પરિવારની વાત કરીએ તો ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. ઘર-પરિવાર સાથે જોડાયેલી કેટલીક ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે. એકંદરે આ સમય મીન રાશિના જાતકો માટે આર્થિક અને પારિવારિક રીતે શુભ રહી શકે છે.
ADVERTISEMENT
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ