ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / “હું બડાઈ નથી મારતો, મેં આઠ યુદ્ધો ઉકેલી નાખ્યા છે...” ટ્રમ્પે ફરી નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કર્યો

વિશ્વ / “હું બડાઈ નથી મારતો, મેં આઠ યુદ્ધો ઉકેલી નાખ્યા છે...” ટ્રમ્પે ફરી નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કર્યો

Published By: Nidhi Panchal

Last Updated: 06:50 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાનો દાવો રજૂ કર્યો છે અને કહ્યું છે કે તેમણે આઠ યુદ્ધો ઉકેલ્યા છે. બીજી તરફ, રશિયામાં પ્લેગની આશંકા વચ્ચે એક લેબ વર્કરના મોત અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં હકીકત જાણશે.

ADVERTISEMENT

એક તરફ દુનિયાની નજર નોબેલ શાંતિ પુરસ્કારના નિર્ણય પર છે અને બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આ પુરસ્કાર માટે પોતાના નામનો દાવો કર્યો છે. ટ્રમ્પે પોતાના રાજદ્વારી પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે આઠ યુદ્ધો ઉકેલી નાખ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું બડાઈ નથી મારતો, હું ફક્ત હકીકતો જણાવી રહ્યો છું.” ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એકવાર તેમના નોબેલ શાંતિ પુરસ્કારના દાવાની ચર્ચા શરૂ થઈ છે.

Trumo

ટ્રમ્પે કહ્યું કે તેમણે એવું કામ કર્યું છે જે અગાઉ કોઈ અન્ય રાષ્ટ્રપતિએ કર્યું નથી. તેમના જણાવ્યા પ્રમાણે, ભાગ્યે જ કોઈ રાષ્ટ્રપતિએ યુદ્ધોનો ઉકેલ લાવ્યો હશે, પરંતુ તેમણે આઠ સંઘર્ષો ઉકેલ્યા છે. વ્હાઇટ હાઉસ પણ ટ્રમ્પના વહીવટીતંત્રના રાજદ્વારી રેકોર્ડમાં આઠ સંઘર્ષોના ઉકેલનો દાવો કરે છે. તેમાં ઇઝરાયેલ-હમાસ, ઇઝરાયેલ-ઈરાન, આર્મેનિયા-અઝરબૈજાન, ઇજિપ્ત-ઇથોપિયા, ભારત-પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો-રવાંડા, કોસોવો-સર્બિયા અને કંબોડિયા-થાઇલેન્ડ વચ્ચેના સંઘર્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પના આ દાવાઓને લઈને સવાલો પણ ઉઠ્યા

જોકે, ટ્રમ્પના આ દાવાઓને લઈને સવાલો પણ ઉઠ્યા છે. તથ્ય-તપાસ અને આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવાયું છે કે ટ્રમ્પ જે આઠ સંઘર્ષોને યુદ્ધ તરીકે રજૂ કરે છે, તેમાંના કેટલાક ઔપચારિક રીતે યુદ્ધ નહોતા અથવા તેમાં અમેરિકાની ભૂમિકા અલગ-અલગ પ્રકારની હતી. કેટલાક વિસ્તારોમાં ફરી હિંસા શરૂ થવાના અહેવાલો પણ આવ્યા છે. ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને સ્થિતિ હજુ પણ જટિલ છે.

નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની ઈચ્છા નવી નથી

ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની ઈચ્છા નવી નથી. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમના રાજદ્વારી પ્રયાસોને કારણે તેઓ આ સન્માન માટે પાત્ર છે. 7 ઓક્ટોબર 2026ના નિવેદનમાં પણ તેમણે કહ્યું કે નોબેલ શાંતિ પુરસ્કાર અંગેનો નિર્ણય ટૂંક સમયમાં આવવાનો છે, પરંતુ તેમને શંકા છે કે નોબેલ સમિતિ તેમને પુરસ્કાર આપશે કે નહીં. તેમણે પોતાના આઠ યુદ્ધો ઉકેલવાના દાવાનો ફરી ઉલ્લેખ કર્યો હતો.

ટ્રમ્પે રશિયામાં પ્લેગની આશંકા અંગે પણ મહત્વનું નિવેદન

આ દરમિયાન ટ્રમ્પે રશિયામાં પ્લેગની આશંકા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં આવેલી એક એન્ટી-પ્લેગ રિસર્ચ સંસ્થા સાથે જોડાયેલી 28 વર્ષીય લેબ વર્કરનું મોત થયું છે. તેને અજાણ્યા કારણોસર ન્યુમોનિયા થયો હતો. આ ઘટનાને પગલે તેના સંપર્કમાં આવેલા લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું આ ઘટના બાયોવેપન સાથે જોડાયેલી હોઈ શકે છે.

“અમે ટૂંક સમયમાં શોધીશું”

આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે “અમે ટૂંક સમયમાં શોધીશું” અને સાથે જ ઉમેર્યું કે અમેરિકાને હાલમાં એવું લાગતું નથી કે આ બાયોવેપન છે. અમેરિકી અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ આ મામલા પર નજર રાખી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, રશિયન સત્તાવાળાઓએ આ બીમારીને કોમ્યુનિટી-એક્વાયર્ડ ન્યુમોનિયા ગણાવી છે અને તપાસ ચાલી રહી છે. રશિયાની આરોગ્ય એજન્સીએ ફોલોઅપ ટેસ્ટમાં પ્લેગના પુરાવા મળ્યા નથી અને સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે.

આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત ક

ટ્રમ્પે અગાઉ પણ રશિયામાં બનેલી આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાની વાત કરી હતી. અમેરિકી અધિકારીઓ આ મામલે માહિતી એકઠી કરી રહ્યા છે અને રશિયા તરફથી મળતી વિગતો પર નજર રાખી રહ્યા છે. હાલમાં આ ઘટનાને બાયોવેપન તરીકે સાબિત કરતું કોઈ જાહેર પુરાવું સામે આવ્યું નથી.

આ પણ વાંચો : અમેરિકામાં અભ્યાસ સાથે નોકરી કરવી મોંઘી પડશે! ચૂકવવી પડશે 67 લાખ રૂપિયા ફી

વાત કરતા કહ્યું કે તેઓ હાલમાં તેને બાયોવેપન માનતા નથી

ટ્રમ્પે બાયોવેપન અંગે વાત કરતા કહ્યું કે તેઓ હાલમાં તેને બાયોવેપન માનતા નથી, પરંતુ સમગ્ર મામલે વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જૈવિક શસ્ત્રો અત્યંત ગંભીર અને જોખમી માનવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ કરવામાં આવે તો ચેપ અથવા અન્ય જૈવિક અસર ઝડપથી ફેલાઈ શકે છે અને તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. જોકે, રશિયામાં હાલ જે ઘટના સામે આવી છે તેને બાયોવેપન સાથે જોડવાનો કોઈ નિશ્ચિત પુરાવો હજુ સુધી જાહેર થયો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eight Wars Donald Trump Nobel Peace Prize

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ