ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં અભ્યાસ સાથે નોકરી કરવી મોંઘી પડશે! ચૂકવવી પડશે 67 લાખ રૂપિયા ફી

વિશ્વ / અમેરિકામાં અભ્યાસ સાથે નોકરી કરવી મોંઘી પડશે! ચૂકવવી પડશે 67 લાખ રૂપિયા ફી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:17 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

USA: ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રથમ વાર ઓપીટી માટે 70 હજાર ડોલર અને નવીકરણ માટે 30 હજાર ડોલર ફીનો પ્રસ્તાવ મૂક્યો છે.

ADVERTISEMENT

USA: અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT દ્વારા નોકરી કરવી વધુ મોંઘી બની શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રથમ વાર ઓપીટી માટે 70 હજાર ડોલર અને નવીકરણ માટે 30 હજાર ડોલર ફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ફી કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી વસૂલવામાં આવશે, સીધા વિદ્યાર્થીઓ પાસેથી નહીં.

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સાથે નોકરી કરવી વધુ મોંઘી બની શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામમાં સામેલ થવા પર ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે આ રકમ સીધા વિદ્યાર્થીઓ પાસેથી નહી પરંતુ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી વસૂલવામાં આવશે.

ખરેખર, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમમાં પ્રારંભિક અરજી માટે 70 હજાર ડોલર (ભારતીય ₹67.72 લાખ) ની ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. OPT પ્રોગ્રામમાં પ્રારંભિક અરજી માટે દરેક નવા વિદ્યાર્થીએ શાળાને $70,000 ચૂકવવા પડશે. કાર્યક્રમને આગળ વધારવા અથવા નવીકરણ કરવા માટે $30,000 ની ફીનો પ્રસ્તાવ છે.

OPT કાર્યક્રમ શું છે?

OPT હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત ક્ષેત્રોમાં અમેરિકામાં કામ કરવાની તક મળે છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સ્નાતક થયા પછી એક વર્ષ માટે કામ કરી શકે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોના વિદ્યાર્થીઓ વધારાના બે વર્ષ માટે કામ કરી શકે છે.

આ દરખાસ્ત અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓને અસર કરી શકે છે, કારણ કે તેઓ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. વિદેશી વિદ્યાર્થીઓ આ સંસ્થાઓ માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ટેક કંપનીઓ અને અન્ય ઉદ્યોગો જે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરે છે તે પણ પ્રભાવિત થઈ શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / રશિયાના બ્લેક સીમાં માનવરહિત જહાજ સાથે અથડાયા બાદ ટેન્કરમાં ભીષણ આગ, 23 ભારતીય ક્રૂ સભ્યોનું સુરક્ષિત રેસ્ક્યૂ થયું

સરકારે આ નિર્ણય શા માટે લીધો?

હોમલૈડ સિક્યોરિટી વિભાગે આ ફીને વિઝા કાર્યક્રમમાં કથિત છેતરપિંડી અને દુરુપયોગને રોકવાના પ્રયાસ તરીકે વર્ણવી છે. વિભાગે OPT ને સસ્તા વિદેશી શ્રમ માટે ઉપયોગ થતા માધ્યમ તરીકે વર્ણવ્યું છે. જો કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા NAFSA એ આ દરખાસ્તનો વિરોધ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA Study Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ