ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / રશિયાના બ્લેક સીમાં માનવરહિત જહાજ સાથે અથડાયા બાદ ટેન્કરમાં ભીષણ આગ, 23 ભારતીય ક્રૂ સભ્યોનું સુરક્ષિત રેસ્ક્યૂ થયું
Last Updated: 08:01 AM, 7 October 2026
ADVERTISEMENT
કાળા સમુદ્રમાં મંગળવારે અચાનક ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા દરિયાઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક તરફ જહાજમાં ભીષણ આગ લાગી હતી અને બીજી તરફ તેના પર સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. માનવરહિત જહાજ સાથે અથડાયા બાદ લાઇબેરિયન ધ્વજવાળા ટેન્કર અફ્રામેક્સ રિયોમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ કટોકટી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાહતની વાત એ રહી કે ટેન્કરમાં સવાર તમામ 23 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

રશિયન પરિવહન મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટેન્કરના તમામ ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો હતા. મંત્રાલયે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક અહેવાલમાં આ વિગતો જાહેર કરી હતી. સાથે જ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનામાં કોઈપણ ક્રૂ સભ્યને ઈજા થઈ નથી. એટલે આગની ગંભીરતા વચ્ચે તમામ ભારતીયોના સુરક્ષિત બચાવથી મોટી દુર્ઘટના ટળી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મંગળવારે કાળા સમુદ્રમાં એક જહાજમાં આગ લાગેલી જોવા મળી હતી. જહાજમાંથી નીકળતો ધુમાડો દૂર સુધી દેખાઈ રહ્યો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ અને અગ્નિશામક કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
રશિયન પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે આગ શાંત થયા બાદ અગ્નિશામક દળો પાસે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ હતા. રશિયાના દક્ષિણ ક્રાસ્નોદર ક્ષેત્રમાં આવેલા સિરિયસના સ્થાનિક અધિકારીઓએ સૌપ્રથમ ટેન્કરમાં આગ લાગવાની જાણકારી આપી હતી. ત્યારબાદ અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારના દરિયાકિનારા સામાન્ય લોકો માટે બંધ કરી દીધા હતા. કટોકટીની કામગીરી ચાલુ હતી ત્યાં સુધી લોકોને દરિયાકિનારાથી દૂર રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
A large fire is burning on the water off Sochi tonight, with footage showing a long line of flame and a massive black smoke column visible across the city — consistent with burning oil from a tanker. Ukrainian-aligned accounts claim the tanker was hit. Russian sources say only that a vessel near the port is on fire with the cause unknown.
— Clash Report (@clashreport) October 6, 2026
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કાળા સમુદ્રમાં જહાજોને લઈને અગાઉ પણ એક ગંભીર સમાચાર સામે આવ્યા હતા. અગાઉના એક અહેવાલ મુજબ, એક રશિયન ડ્રોને કાળા સમુદ્રમાં એક કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું. આ જહાજના ક્રૂમાં ત્રણ ભારતીય નાગરિકો પણ સામેલ હતા. આ હુમલામાં જહાજના કેપ્ટનનું મોત થયું હતું, જ્યારે એક ભારતીય ક્રૂ મેમ્બર ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારબાદ રોમાનિયામાં ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે ત્રણેય ભારતીય નાગરિકો હવે સુરક્ષિત છે. હુમલા બાદ કાર્ગો જહાજ એમવી રોયાદ મામ્માડોવમાં આગ લાગી હતી અને અંતે તે ડૂબી ગયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : 11 ભારતીયો ઘાયલ, હોર્મુઝ નજીક જહાજ પર કરાયો હુમલો, MEA કરી આકરી નિંદા
આ રીતે કાળા સમુદ્રમાં થોડા સમયના અંતરે સામે આવેલી બંને ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને જહાજોમાં સવાર ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. જોકે અફ્રામેક્સ રિયોમાં લાગેલી આગની ઘટનામાં તમામ 23 ભારતીય ક્રૂ સભ્યોનું સુરક્ષિત રેસ્ક્યૂ થવું સૌથી મોટી રાહતની બાબત છે. હાલ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી અને ઘટનાની સ્થિતિ પર અધિકારીઓની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT