ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રાઘવજી પટેલની માંગ, અર્જુન મોઢવાડીયાને પત્ર લખ્યો
Last Updated: 04:16 PM, 8 October 2026
ADVERTISEMENT
પૂર્વ કૃષિમંત્રી અને જામનગરના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે પોતાના વિસ્તારની ગંભીર પરિસ્થિતિ વ્યક્ત કરી છે. જામનગર જિલ્લામાં વરસાદના અભાવે ચોમાસું પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાનું જણાવીને તેમણે જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા માટે સરકારે વહેલી તકે સહાયનું પેકેજ જાહેર કરવું જોઈએ તેવી સ્પષ્ટ રજૂઆત તેમણે કરી છે.
ADVERTISEMENT
'સૌની યોજના' મારફતે પાણી પહોંચાડવાની રજૂઆત
પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા હલ કરવા માટે મહત્વાકાંક્ષી 'સૌની યોજના' મારફતે જામનગર જિલ્લામાં પૂરતું પાણી પહોંચાડવા માટે પણ તેમણે સરકારને અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
કનુભાઈ ભાલાળાએ પણ અવાજ ઉઠાવ્યો
પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ ખેડૂતો અને પશુપાલકોની વેદનાને વાચા આપતા સમગ્ર ગુજરાત રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે તો ખેતીની સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાય પણ પડી ભાંગશે.
ADVERTISEMENT
ધારાસભ્ય રાઘવજી પટેલે અર્જુન મોઢવાડીયાને પત્ર લખ્યો
ADVERTISEMENT
આ માટે ધારાસભ્ય રાઘવજી પટેલે અર્જુન મોઢવાડીયાને પત્ર લખીને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. દર 7 કિ.મી.ના અંતરે ઘાસડેપો શરૂ કરવાની રજૂઆત કરી છે. તે ઉપરાંત પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે અને લોકોને રોજગારી મળી રહે તેવું તાત્કાલિક આયોજન કરવાની પણ માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT