બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર અંગ્રેજી દારૂની 2880 બોટલ ઝડપાઈ

ક્રાઈમ / ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર અંગ્રેજી દારૂની 2880 બોટલ ઝડપાઈ

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 04:13 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે રાજકોટ હાઈવે પરથી અંગ્રેજી દારુનો મોટો જથ્થો ઝડપાયો છે.

4નો ભોગ લેનારા ભાવનગર લઠ્ઠાકાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વાર દારુનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર પાણશીણા નજીક અંગ્રેજી દારૂની 2880 બોટલ ઝડપાઈ છે. આ જથ્થો ટ્રકના કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં છુપાયેલો હતો જેની બજાર કિંમત 29.83 લાખ થવા જાય છે. પાણશીણા પોલીસે ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરી છે. પોલીસ દારૂ મંગાવનાર સાયલા-સુદામડા ગામના અજાણ્યા શખ્સોની પણ શોધખોળ કરી રહી છે.

વરતેજમાં નકલી અંગ્રેજી દારૂ પીવાથી 4ના મોત

ભાવનગરના વરતેજ ડુપ્લીકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યાં છે. ગૌતમ સોલંકીનું વરતેજની આંબલીવાડી વિસ્તાર માં આવ્યું છે. ગૌતમ સોલંકીની સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કર્યું હતું. બુટલેગરો ઉજ્જેનથી 130 દારુની બોટલો લાવ્યાં હતા અને ગૌતમ સૌલંકીના ઘેર જ દેશી દારુ ભેળવાયો હતો.પોલીસે હાલ 130 જેટલી બોટલો કબ્જે કરી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. 15 પેટી જપ્ત કરાઈ અને 13 પેટીઓ જપ્ત કરવા દોડધામ મચી હતી.

અમદાવાદ ગ્રામ્યથી દારુનો જથ્થો લવાયો

નકલી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકા છે. પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે કરી મિટિંગ કરી છે. પોલીસે કોઈને પણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટેની અપીલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News ahmedabad news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ