ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ

Published By: Nidhi Panchal

Last Updated: 10:32 AM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલા આજના નવા ભાવ જાણી લો. સતત બીજા દિવસે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ વધુ મોંઘી થઈ છે.

ADVERTISEMENT

સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. છૂટક વેપારીઓ અને સ્ટોકિસ્ટો દ્વારા ખરીદીમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં સતત બીજા સત્રમાં તેજી જોવા મળી છે. બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ ₹2,000 વધીને ₹1,58,800 પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ સોમવારના બંધ બજારમાં તેનો ભાવ ₹1,56,800 પ્રતિ 10 ગ્રામ હતો.

Silver-and-gold

દેશના મોટા ભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ સમાન રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પટના, લખનૌ, અયોધ્યા, કાનપુર, મેરઠ, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, જયપુર, લુધિયાણા, ગુવાહાટી, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, પુણે, નાગપુર, ચંદીગઢ, નાસિક, બેંગ્લોર, ભુવનેશ્વર, રાયપુર અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,800 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ચાંદી આજે ₹730 વધીને ₹2,40,730 પ્રતિ કિલોગ્રામ થઈ

ચાંદીના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે. રિપોર્ટ જણાવ્યા અનુસાર, છેલ્લા બે સત્ર દરમિયાન પ્રતિ કિલોગ્રામ ₹2,40,000 પર સ્થિર રહેલી ચાંદી આજે ₹730 વધીને ₹2,40,730 પ્રતિ કિલોગ્રામ થઈ છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પટના, લખનૌ, અયોધ્યા, મેરઠ, કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ચંદીગઢ, જયપુર, લુધિયાણા, ગુવાહાટી, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, નાગપુર અને પુણે સહિતના શહેરોમાં ચાંદીનો ભાવ ₹2,40,000 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

$4,392 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ

વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર સ્થિતિ જોવા મળી છે. સ્પોટ ગોલ્ડ 0.5 ટકા ઘટીને $4,394.57 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે સ્પોટ સિલ્વર એક ટકાથી વધુ ઘટીને $65.08 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. મિરે એસેટ શેરખાનના કોમોડિટીઝ વિભાગના વડા પ્રવીણ સિંહના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાંથી પુરવઠાને લઈને ચિંતાઓ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે સોનું આશરે $4,392 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસનો યુદ્ધવિરામ પૂર્ણ થયા બાદ સોમવારે તેલના ભાવમાં વધારો નોંધાયો હતો, જેની અસર વૈશ્વિક કોમોડિટી બજાર પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાના અણસાર, તો શું ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના AVP કાયનાત ચૈનવાલાએ જણાવ્યું હતું કે મજબૂત યુએસ બોન્ડ યીલ્ડ અને કેટલાક રોકાણકારો દ્વારા નફા-બુકિંગ કરવાના કારણે હાજર ચાંદીના ભાવ ઘટીને લગભગ $65 પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાતા ખરીદદારોની નજર હવે આગામી દિવસોના ટ્રેન્ડ પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Today 24 Carat Gold Gold Price Today

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ