બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:15 PM, 18 August 2026
જો બધું આયોજન મુજબ રહ્યું તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. સ્વિટ્ઝર્લેન્ડના અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ વેન્ચર 'જુલિયસ બેયર' (Julius Baer) ના મેનેજિંગ ડિરેક્ટર માર્ક મેથ્યુઝે અંદાજ લગાવ્યો છે કે આગામી સમયમાં કાચા તેલની કિંમતો ઘટીને આશરે $60 પ્રતિ બેરલ સુધી આવી શકે છે. આનાંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ઇકોનોમિસ્ટ સુજન હઝરાએ પણ આ અંદાજને સમર્થન આપ્યું છે. હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ $91.16 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ આશરે $84.92 પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગ્લોબલ ઓઇલ સિસ્ટમમાં ઘણો પુરવઠો છુપાયેલો છે. અખાતી દેશોના ઉત્પાદકો, ખાસ કરીને સાઉદી અરેબિયા, ઇરાક અને કુવૈત પાસે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા છે, જે બજારમાં પાછી આવી શકે છે. આ સાથે જ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ સામાન્ય થતાં ઇરાન અને રશિયા જેવા દેશોમાંથી હાલ અટકેલો પુરવઠો પણ માર્કેટમાં આવી શકે છે. જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબા સમય સુધી ઘટે છે અને શિપિંગ રૂટ સામાન્ય થઈ જાય છે, તો કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો શક્ય છે.
બીજી તરફ, જો કાચા તેલના ભાવ લાંબા સમય સુધી $60 આસપાસ રહેશે, તો OPEC+ ઉત્પાદનમાં કાપ મૂકી શકે છે અને વધુ પડતર ખર્ચ ધરાવતા તેલ ઉત્પાદકો રોકાણ ઘટાડી શકે છે, જેનાથી સપ્લાય મર્યાદિત થશે અને કિંમતો ફરી વધી શકે છે. એક્સપર્ટે ઉમેર્યું હતું કે, "તેલના બજારમાં સચોટ અનુમાન લગાવવું સૌથી મુશ્કેલ છે. કોઈ પણ આર્થિક કે જીઓ-પોલિટિકલ ઘટના પર તેની પ્રતિક્રિયા તે સમયની ઇન્વેન્ટ્રી, પોઝિશનિંગ અને બજારની સ્થિતિ પર નિર્ભર કરે છે."
ADVERTISEMENT

ADVERTISEMENT
કાચા તેલના ભાવ ઘટવાથી ભારતમાં આમ આદમીને ફાયદો થશે કે કેમ તે અંગે સુજન હઝરા જણાવે છે કે ફાયદો ચોક્કસ થશે, પરંતુ પેટ્રોલ પંપ પર સીધો તેટલા જ પ્રમાણમાં ભાવઘટાડો દેખાય તે જરૂરી નથી. એક બેરલ ક્રૂડમાંથી એક લિટર પેટ્રોલ કે ડીઝલ બનવાની પ્રક્રિયામાં કિંમતોમાં ફેરફાર તાત્કાલિક કે સીધા પ્રમાણમાં થતો નથી. રિટેલ ઇંધણના ભાવમાં રિફાઇનિંગ અને માર્કેટિંગ કોસ્ટ ઉપરાંત માર્જિન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના ટેક્સ અને લેવી સામેલ હોય છે.
આ પણ વાંચોઃ નેશનલ / પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા તો 20% પગાર કપાશે! જાણો સરકારનો નિયમ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું કાચું તેલ આયાત કરે છે. જેથી ક્રૂડ તેલના દરમાં ઘટાડો થવાથી દેશના ઈમ્પોર્ટ બિલ અને કરંટ એકાઉન્ટ પરનું દબાણ ઘટે છે, રૂપિયો મજબૂત થાય છે, મોંઘવારી ઘટે છે અને કોર્પોરેટ માર્જિન સુધરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.